શિયાળામાં પાલક અને મેથી ભરપુર પ્રમાણમાં મળે છે. અને બંને ભાજીમાંથી અલગ અલગ વાગનીઓ બનાવવામાં આવે છે.
પાલક અને મેથીમાંથી અલગ જ પ્રકારની પુરી બનાવી શકો છો. મસાલાથી ભરપુર આ પુરીને લાબો સમય સુધી સ્ટોર કરી શકો છો.
આ પુરી બનાવવી સરળ છે અને ઓછી મહેનતથી ફટાફટ બની જશે. તો રેસીપી નોંધી લો.
250 ગ્રામ પાલક, 250 ગ્રામ મેથી, હળદર, મીઠું,મરી પાઉડર, ચીલીફ્લેક્સ, સફેદ તલ, ઘી, તળવા માટે તેલ
પાલક અને મેથીને સારી રીતે સાફ કરી ધોઈને ઝીણી કટ કરી લઈશું. એક પેનમાં બે ચમચી તેલ લઈને હળદર નાંખીને બંનેને શેકીશું.
બંને સારી રીતે શેકાઈ જાય ત્યારે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, શેકેલું જીરું, તલ, ચીલીફ્લેક્સ, અડધી ચમચી મરી પાઉડર નાંખીને હલાવીશું.
પાલક મેથીને એક તાસમાં લઈને તેમાં બે કપ ઘઉંનો ઝીણો લોટ લઈશું અને એક ચમચી ઘી નાંખીને ગરમ પાણી ધીમે ધીમે ઉમેરીને કઠણ લોટ બાંધીશું. અને રેસ્ટ કરવા દઈશું.
હવે લોટને ફરીથી મસળીશું અને તેમાંથી ગુલ્લા બનાવીને પતળી પુરી વણીશું અને ફોગની મદદથી કાણા પાડીને ગરમ તેલમાં તળીશું.
બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી. પુરીને બટર પેપરમાં કાઢીને ઠંડી થયા બાદ એર ટાઈટ ડબ્બામાં સ્ટોરી કરીને લાંબો સમય ખાઈ શકાય છે.