શિયાળામાં ઘરે બનાવો પૂણેના પ્રખ્યાત ડિસ્કો મીરચી ભજીયા, ખાઈને ઠંડી ઉડી જશે

Dec 03, 2025, 11:43 AM

શિયાળાની ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ ભજીયા ખાવાની મજા પડી જાય. ઠંડીની ઋતુમાં તમે ઘરે પૂણેના પ્રખ્યાત ડિસ્કો મીરચી ભજીયા પણ બનાવી શકો છો.

ડિસ્કો મીરચી ભજીયા બનાવવા એકદમ સરળ છે. અને ઓછી સામગ્રીમાં બની જાય છે. તો ફટાફટ સાદી રેસીપી નોંધી લો.

બેશન, અજમો, ધાણાપાઉડર, હળદર, હીંગ, મીઠું, પાણી, તળવા માટે તેલ.

મરચા તૈયાર કરવા

સ્વાદમાં તીખા અને પતળા હોય એવા મરચા લઈને સારી રીતે ધોઈને સાફ કપડા વડે લુછીને મુકો.

બેટર તૈયાર કરવું

સૌથી પહેલા બેસન લો અને તેમાં અજમો હાથથી મસળીને નાખો. ત્યારબાદ દાણા પાઉડર, હીંગ, મીઠું, હળદર નાંખીને ધીમે ધીમે પાણી ઉમેરી મીડિયમ ઘટ બેટર તૈયાર કરવું.

મરચાં તળવા

એક કઢાઈમાં તેલ લો અને ગરમ થવા રાખો. હવે આ મરચાને બેટરમાં ડીપ કરીને સામાન્ય ગોલ્ડન થાય ત્યાં સુધી તળો. અને બહાર કાઢો.

મરચાં ના કટકા કરવા

હવે આ મરચાં ઠંડા થાય ત્યારે તેના નાના નાના ટુકડામાં કાપી લો અને ફરીથી ગરમ તેલમાં એકદમ ક્રીસ્પી થાય ત્યાં સુધી થળો.

ડિસ્કો મીરચી ભજીયા તૈયાર

આમ તમારા પૂણેના પ્રખ્યાત ડિસ્કો મીરચી ભજીયા તૈયાર થયા છે. આ મરચાને બે દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકાય છે.