ક્રીમી અને ટેસ્ટી રાગી હલવો રેસીપી, કેલ્શિયમ અને આયર્નની કમી પણ દૂર કરશે!

Dec 18, 2025, 08:01 AM

રાગી હલવો એટલો ક્રીમી, ટેસ્ટી બને છે કે તમે એક વાર ખાશો તો દરરોજ બનાવવાનું કહેશો, તમારા મોંમાં ગરમ ઘીનો સ્વાદ અને રાગીનું દાણેદાર ટેક્સર અને બદામનો ટેસ્ટ મજેદાર લાગે છે.

રાગી કુદરતી રીતે કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર, તે હાડકાના સ્વાસ્થ્યને વધારે છે અને તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. અહીં જાણો રાગી હલવો બનાવાની રીત

રાગી હલવો રેસીપી સામગ્રી

1/2 કપ રાગીનો લોટ, 1½ ચમચી ઘી, 1 કપ દૂધ, 2 ચમચી ખાંડ, ¼ ચમચી ઇલાયચી પાવડર, 1 ચમચી સમારેલા ડ્રાયફ્રૂટ્સ

રાગી હલવો રેસીપી

સૌ પ્રથમ કડાઈમાં ઘી ગરમ કરો, ત્યારબાદ એમાં રાગીના લોટને ઘીમાં ધીમા તાપે 5-6 મિનિટ માટે સુગંધિત થાય ત્યાં સુધી શેકો.

રાગી હલવો રેસીપી

હવે સતત મિક્ષ કરતા રહો જેથી ગઠ્ઠાઓ ન રહે અને ધીમે ધીમે ઇલાયચી પાઉડર ઉમેરો.

રાગી હલવો રેસીપી

હવે મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો, સમારેલા બદામથી સજાવો અને ગરમાગરમ પીરસો

બ્રોકલી પરાઠા રેસીપી । એક વાર ખાશો તો આલુ પરાઠા પણ ભૂલી જશો।