Uttarayan Khichdo Recipe: ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો રેસીપી

Dec 17, 2024, 12:47 PM

ઉત્તરાયણ પર ખીચડો ખાવાની પરંપરા

ઉત્તરાયણ પર સ્પેશિયલ 7 ધાનનો ખીચડો ખાવાની પરંપરા છે. બાજરી, ચોખા, વિવિધ દાળ અને લીલું લસણ આદું માંથી બનતો ખીચડો પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે શિયાળામાં શરીરને પોષણ આપવાની સાથે ગરમ રાખે છે. ચાલો જાણીયે 7 ધાનનો ખીચડો બનાવવાની રેસીપી

7 ધાનનો ખીચડો બનાવવાની સામગ્રી

બાજરી, જુવાર, ચોખા, ચણા દાળ, મગ દાળ, અડદ દાળ, લીલા વટાણા, લવિંગ, સફેદ તલ, તમાલ પત્ર, જીરું, લીલા મરચા, લીલું લસણ, આદું, હિંગ, મીઠું સ્વાદ અનુસાર

ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો રેસીપી

ઉત્તરાયણ પર 7 ધાનનો ખીચડો બનાવવા માટે સૌથી પહેલા તમામ અનાજ અને દાળ પાણીમાં બરાબર ધોઇ લો. ખીચડો બનાવવાના 3 થી 5 કલાક પહેલા બધા અનાજ અને દાળને પાણીમાં પલાળી રાખો.

ઉત્તરાયણ ખીચડો રેસીપી

ગેસ ચાલુ કરી તેના પર એક કુકર મુકો. તેમા ઘી કે તેલ ગરમ કરી તેમા જીરું, તમાલપત્ર, લવિંગ અને હિંગ નાંખી વઘાર કરો. ત્યારબાદ આદું લસણ અને લીલા મરચાની પેસ્ટ સાંતળી લો.

ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો રેસીપી

હવે અગાઉથી પાણીમાં પલાળી રાખેલા અનાજ અને દાળ સાથે પાણી કુકરમાં નાંખો અને બધી સામગ્રી બરાબર મિક્સ કરો. કુકરનું ઢાંકણું બંધ કરી ખીચડો બાફવા દો. ખીચડો નરમ રાખવા માટે થોડુંક પાણી વધારે નાંખવું.

ઉત્તરાયણ ખીચડો રેસીપી

કુકરની 4 થી 6 સીટ વાગે ત્યાં સુધી ખીચડો બાફવા દો. તેનાથી બધા અનાજ અને દાળ બરાબર બફાઇ જશે અને ખીચડો એકદમ નરમ બનશે.

ઉત્તરાયણ ખીચડો રેસીપી

હવે એક બાઉલમાં ગરમ ખીચડો પર સહેજ ઘી નાંખી સર્વ કરો. માત્ર ઉત્તરાયણ જ નહીં શિયાળામાં 7 ધાનનો ખીચડો ખાવાથી શરીરને પોષણ મળે છે.