શિયાળામાં નાસ્તામાં બનાવો લસણિયા બટાકા વડા, સ્વાદ દાઢે વળગશે

Nov 19, 2025, 12:39 PM

શિયાળામાં લીલું લસણ માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં મળતું થયું છે. અને લોકોના ઘરોમાં લીલા લસણનો ઉપયોગ કરીને અલગ અલગ વાનગીઓ પણ બનવા લાગી છે.

ત્યારે આ શિયાળામાં તમે લીલા લસણનો ઉપયોગ કરીને લસણિયા બટાકા વડા બનાવી શકો છો. જે બનાવવા એકદમ સરળ છે. રેસીપી નોંધી લો.

સામગ્રી

ચણાનો લોટ, ચાર મોટા બટાકા, એક જુડી લીલું લસણ, લીલા ધાણા, લીલું મરચું, આદુ, ગરમ મસાલો, મીઠું, તેલ, કાજુ, કીસમીસ, ખાવાના સોડા, વરિયાળી, કાળા મરી.

બટાકા બાફવા

એક કુકરમાં પાણી લો અને તેમાં ચાર મોટા બટાકા મુકીને બાફવા મુકો. બકાકા બફાઈ જાય ત્યારે તેને ઠંડા કરીને તેની છાલ ઉતારી દો.

બટાકાને મેસ કરી મસાલો કરવો

એક તાસમાં આ બટાકા લઈન તેને સારી રીતે મેસ કરી લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી મરી પાઉડર, એક ચમચી વરિયાળી, કટ કરેલી લીલા મરચા ઉમેરીશું.

મસાલા કરીશું

ત્યારબાદ અડધી ચમચી આદુની પેસ્ટ, કાજુ અને કીસમીસના ટુકડા ઉમેરીશું. ચમચી ખાંડ અને ચમચી લીંબુનો રસ ઉમેરીશું. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું.

લીલું લસણ ઉમેરીશું

ત્યાર બાદ એક કપ જેટલું લીલું લસણ તેલમાં સાંતળીને ઉમેરીશું. ત્યારપાદ કાપેલી લીલા ધાણા ઉમેરીને સારી રીતે મીક્સ કરીશું.

બટાકાના બોલ બનાવી કોટિંગ કરીશું

બટાકાનો મસાલો તૈયાર થઈ જાય ત્યારે મધ્યમ આકારના બોલ બનાવીશું અને તેને ચણાના લોટમાં મુકીને કોટિંગ કરી બાજુ પર રાખીશું.

બેટર બનાવીશું

હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું થોડું પાણી ઉમેરીને ઘટ બેટ તૈયીર કરીશું. એક ચપટી ખાવાનો સોડો ઉમેરીને સારી રીતે મીક્સ કરીશું.

વડા તળવા

હવે કોટિંગ કરેલા બોલને ખીરામાં નાખીને એક પછી એક ગમર તેલમાં નાંખીને બહારથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. આમ તૈયાર થઈ જશે તમારા લસણિયા બટાકા વડા.