Nov 14, 2025
શિયાળો આવે ત્યારે માર્કેટમાં દરેક પ્રકારના શાકભાજી મળતા થઈ જાય છે. આ ઋતુમાં જ ખાસ પ્રકારની વાગનીઓ પણ ઘરોમાં બનવા લાગે છે.
ત્યારે શિયાળામાં શક્કરીયા પણ મળતા થાય છે અને શક્કરીયા શરીર માટે ખૂબજ લાભદાયી ગણવામાં આવે છે.
ઠંડીની મોસમમાં તીખું અને ચટપટું ખાવાનું મન થાય તો શક્કરીયામાંથી હેલ્થી અને ટેસ્ટી ચાટ બનાવી શકો છો. તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી
એક ચમચી જુરું, એક ચમચી આખા ધાણા, 3-4 સુકા લાલ મરચાં,એક લિંબુ, એક ડુંગળી, એક ટામેટું, 2-3 લીલા મરચાં, લીલા ધાણાં,આબંલીનું પાણી, તલ, સીંધાલું મીઠું
શક્કરીયાને પહેલા સાદા પાણીથી ધોઈ લો અને ત્યારબાદ તેના ઉપર મીઠું નાંખી સારી રીતે મસળીને ફરીથી ત્રણ ચાર પાણીમાં ધોઈ લો.
શક્કરીયા બાફવા માટે એક કુક્કર લો અને તેના તળિયામાં ઘી ચોપડો અને ધોયેલા શક્કરીયા કુક્કરમાં ગોઠવો અને ઉપર ભીનો કરેલો ટુવાલ મુકો. અને બે-ત્રણ સીટી વાગવા દો.
એક પેનમાં એક ચમચી જુરું, એક ચમચી આખા ધાણા, 3-4 સુકા લાલ મરચાં લો અને સામાન્ય શેકો અને ઠંડા થાય ત્યારે દરદરો પીસી લો.
એક બાઉલમાં કાપેલા શક્કરીયા, ડુંગળી, ટામેટાં, લીલા ધાણા, લીલા મરચાં લો. તેમાં અડધું લીંબુ નીચોવો.
હવે તેમાં બે ચમચી આંબલીનું પાણી લો અને સ્વાદ પ્રમાણે મીઠું અને બનેલો ચાટ મસાલો ઉમેરીને સારી રીતે મીક્સ કરી દો. આમ શક્કરીયા ચાટ તૈયાર થઈ જશે.