uttarayan tal ni chikki recipe : અહીં તમને એકદમ ઓછા સમયમાં બની જાય એવી શિયાળુ અને ઉત્તરાયણ સ્પેશિયલ સ્વાદિષ્ટ અને સોફ્ટ ઈન્સ્ટન્ટ તલની ચીકી બનાવવાની રીત જણાવીશું.

Dec 15, 2025, 04:00 PM

તલની ચીકી

શિયાળાની સિઝનમાં તલની ચીકી બધાએ ખાધી હશે. બહારની ચીકી ઘણી ટેસ્ટી લાગે છે.

ઘરે બનાવો તલની ચીકી

તમે ઘરે પણ સ્વાદીષ્ટ તલની ચીકી બનાવી શકો છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ. શિયાળામાં તે સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે.

તલ ચીકી બનાવવાની સામગ્રી

સફેદ તલ, ગોળ, ઘી, એલચી પાઉડર, ડાયફ્રુટ્સ, પાણી.

તલની ચીકી બનાવવાની રીત

સૌપ્રથમ તલને સાફ કરીને તેને એક કડાઈમાં ધીમા તાપે શેકી લો. પછી તેને એક અલગ વાસણમાં કાઢી લો.

ગોળનો પાયો તૈયાર કરો

હવે ગેસ ચાલુ કરી એક કડાઇમાં ઘી નાખો. ત્યારબાદ તેમાં ગોળને કાપીને ઉમેરો. તેને સતત હલાવતા રહો અને ગોળનો પાયો તૈયાર કરો.

તલ ઉમેરો

હવે તેમાં તલ અને ઇલાયચી ઉમેરો અને બરાબર હલાવો. આ પછી એક થાળીમાં ઘી અથવા તેલ લગાવીને ચીકીના મિશ્રણને પાથરી દો. તેના ઉપર કાજુ, બદામ જેવા ડાયફ્રુટ ઉમેરો.

ચીકીના કાપા પાડી લો

ચીકી ઠંડી થાય તે પહેલા તેમાં કાપા પાડી લો જેથી સહેલાઇથી ચીકીના ટુકડા કરી શકાય. આ પછી ડબ્બામાં ભરી લો અને દરરોજ ખાઇ શકો છો.

તલમાં ઘણા પોષકતત્વો

તલમાં કેલ્શિયમ, આયર્ન અને સ્વસ્થ ચરબી સહિત ઘણા પોષક તત્વો હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. શિયાળામાં ખાસ ફાયદાકારક છે.