શિયાળામાં બાજરીના રોટલા સાથે ખવાતું વઘારેલું લીલું લસણીયું ઘરે ટ્રાય કરો, દેશી રેસીપી

Nov 27, 2025, 01:49 PM

શિયાળો શરુ થાય ત્યારે ગામડાઓમાં સવારે નાસ્તામાં બાજરીના રોટલા સાથે વઘારેલું લીલું લસણીયું ખવાતું હોય છે.

લીલું લસણીયું સ્વાદ સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. આ વઘારેલું લીલું લસણીયું બનાવવું એકદમ સરળ છે. તો ફટાફટ સાદી રેસીપી નોંધી લો.

સામગ્રી

100 ગ્રામ લીલું લસણ, બે ચમચી લીલી મેથી સમારેલી, બે ચમચી તેલ, અડધી ચમચી જીરું, તજનો ટુકડો, અડધી ચમચી મરી પાઉડર

સામગ્રી

બે સુકા લાલ મરચા, હીંગ, બે લીલા મરચા, આદુનો ટુકડો, મીઠા લીંમડાના પાન, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ધાણાજીરું પાઉડર.લીલા ધાણા.

લીલું લસણ તૈયાર કરીશું

સૌથી પહેલા 100 ગ્રામ લીલું લસણને સાફ કરીને એકદમ ઝીણું કાપી લઈશું અને તેમાં બે ચમચી કાપેલી લીલી મેથી ઉમેરીના બે ત્રણ પાણીમાં સારી રીતે ધોઈ લઈશું.

વઘાર કરીશું

હવે એક પેનમાં બે ચમચી તેલ લઈને તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું. ત્યાર બાદ સુંકુ આખું લાલ મરચું, તજનો ટુકડો, હીંગ, આદુની પેસ્ટ ઉમેરીને મીક્સ કરીશુ.

માસાલા કરીશું

ત્યારબાદ મીઠા લીમડાના પાન ઉમેરીશું, અડધી ચમચી હળદર, કાપેલા લીલા મરચાં ઉમેરીને સારી રીતે સાંતળીશું.

લસણ ઉમેરીશું

ત્યારબાદ કાપેલું લસણ અને મેથી ઉમેરીશું અને હલાવીશું. ત્યાર બાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ઢાંકીને ચડવા દઈશું.

મરી અને ધાણાજીરું પાઉડર ઉમેરીશું

થોડી વાર પછી તેમાં ચમચી મરી પાઉડર અને ધાણાજીરું પાઉડર ઉમેરીને સારી રીતે મીક્સ કરીશું અને ફરીથી ઠાંકીને ચડવા દઈશું.

લીલા ધાણા ઉમેરીશું

લસણ ચડી જાય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં કાપેલા લીલા ધાણા ઉમેરીને મીક્સ કરીને થોડીવાર ઢાંકી દઈશું. આમ તૈયાર થઈ જશે લીલું લસણીયું.