Winter Tips: શિયાળામાં વડીલો માટે આટલી કાળજી રાખો

Jan 05, 2023

Ankit Patel

ઉંમરની સાથે વડીલોના આરોગ્યની નિયમિત રીતે કેર કરવી જોઇએ પરંતુ શિયાળામાં કેટલીક વધુ તકેદારી રાખવી ખાસ જરૂરી છે.

સામાન્ય લાગતી શરદી, ઉધરસ અને શ્વાસ સહિતની બિમારીઓ વડીલોને શિયાળામાં વધુ હેરાન કરનારી અને મુસીબત સર્જે છે

શિયાળામાં ટાઇફોઇટ અને ન્યૂમોનિયા થવાનો પણ ખતરો રહે છે. આ સિઝનમાં ડાયેટનું ખાસ ધ્યાન રાખવું.

વડીલો માટે શિયાળામાં પોતાને ફીટ રાખવા માટે વિટામીન ખાસ જરૂરી છે. વિટામીનની ઉણપ પુરી કરવા ખાસ ડાયેટ બનાવવું. 

સામાન્ય રીતે વડીલોએ શિયાળામાં જરૂરી વિટામીન માટે ડાયેટમાં ઇંડા, દૂધ અને વિટામીન ડીથી ભરપુર મશરૂમ ખાવા જોઇએ.

વિટામીન સી શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ છે. વિટામીન સીનું સેવન કરવાથી ઇમ્યુનિટી વધે છે અને સંક્રમણથી બચાવે છે

વિટામીન સી માટે મોસંબી, આમળા અને ખાટા ફળ ખાઇ શકાય. ઇમ્યુનિટી વધારવા માટે હળદર આદુ લવિંગ ગીલોયનો ઉકાળો પી શકાય

શિયાળામાં વડીલોને સાંધાના દુ:ખાવાની તકલીફ વધી જાય છે. આ સિઝનમાં વડીલો માટે વિટામીન ડીનું સેવન ઘણું જરૂરી છે.

સાંધાના દુ:ખાવાથી બચવા ડાયેટમાં લીલા શાકભાજી, અનાજ, ડેરી પ્રોડક્ટ્સ, દાળ અને મોસંબીનું સેવન વડીલો માટે ઘણું ઉપયોગી છે.

ઠંડીની સિઝનમાં વડીલોમાં કમજોરી અને કળતરની સમસ્યા વધે છે. જે મોટો ખતરો લાવે છે માટે વિટામીન બી-12 નું સેવન ખાસ જરૂરી છે.

હાથ પગ સુન્ન થવા, ઝીણી કળતરથી બચવા વડીલોએ યોગ્ય ડાયેટ જરૂરી છે. ઇંડા, પોર્ક, ડેરી પ્રોડક્ટ્સ સહિત લીલા શાકભાજી ખાસ ખાવા

Images/Graphics@Canva