દરરોજ મુઠીભર ડ્રાયફ્રૂટ્સ તમારા ડાયટમાં જરૂર લેવા જોઈએ, કારણ કે ડ્રાય ફ્રૂટ્સ તમારા શરીરને મજબૂત બનાવે છે.
મહિલાઓએ ડેરી પ્રોડક્ટસ નું પણ દરરોજ સેવન કરવું જરૂરી છે, તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે તમારા હાડકાને મજબૂતી પુરી પાડવામાં મદદ કરે છે.
મહિલાઓએ રોજ કોઈ એક સીઝનલ ફ્રૂટ ડાયટમાં સામેલ કરવું, જેમ કે, હાલ શિયાળાની ઋતુમાં તમે જામફળ,સફરજન વગેરે ફ્રુટસનું સેવન કરી શકો છો.ફ્રૂટ્સ તમને હાઈડ્રેટેડ અને ફ્રેશ રાખવામાં મદદ કરે છે.
શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે તમે તમારા મનપસંદ ફ્રૂટ્સનો જ્યુસ બનાવી પીય શકો છો. જ્યુસથી પેટને લગતી સમસ્યાથી છુટકારો મળશે, જ્યુસ તમારૂ પેટ લાંબો સમય સુધી ભરેલું રાખશે જે તમને બેલી ફેટ રિડ્યુસ કરવામાં મદદ કરે છે.
મહિલાઓએ ડાયટમાં દરરોજ લીલા શાકભાજી સામેલ કરવા જોઈએ, જે તમારા બોડીને જરૂરી પોષક તત્વો પુરા પડે છે.
કઠોળએ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કહેવાય છે. દાળમાં પ્રોટીન હોવાથી તમે દાળ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
જો તમે નોન-વેજેટેરિયન હોવ તો, તમે ડાયટમાં ફિશ કે એગ પણ તમારા ડાયટમાં એડ કરી શકો છો જે તમારા સ્વસ્થ્ય માટે ફાયદાકારક છે.