Health Tips : આ 5 ટિપ્સ તમારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ
Jan 23, 2023
shivani chauhan
ન્યુટ્રિશનિસ્ટ રજની બનરવાલ અનુસાર ઘણી એવી હેબિટ્સ છે જેને આપણે લાઈફ સ્ટાઇલનો ભાગ બનાવી શકીયે છીએ.
દરરોજ સૂર્ય પ્રકાશની સામે ઉભા રહેવું જોઈએ, જે વિટામિન ડી પૂરું પાડે છે, તમારી ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે અને વેઇટ લોસ કરવા માટે ફાયદાકારક છે.
ટેપ વૉટર દુષિત હોય છે , તેમાં કેમિકલ્સ અને ઘણા દુષિત તત્વો રહેલા હોય છે. તેથી હંમેશા ફિલ્ટરેડ વોટર પીવો. બહાર નીકળતી વખતે વોટર બોટલ જરૂર કેરી કરવી જોઈએ.
ન્યુટ્રીશનયુક્ત ખોરાકનું સેવન કરવું ખુબજ જરૂરી છે, ભરપૂર પ્રમાણમાં વેજેટેબલ્સ, ફ્રૂટ્સ, બીન્સ, ડ્રાય ફ્રૂટ્સ અને પ્રોટીનયુક્ત ડાયટ લેવાનું પસંદ કરો.
દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ વર્ક આઉટ, યોગા પ્રેક્ટિસ, જોગિંગ, રનિંગ, વૉકિંગ વગેરે જેવી ફિઝિકલ એકટીવટી કરી જોઈએ. જે તમારી બોડીને ફ્લેક્સિબલ, હેલ્થી અને એનર્જેટિક ફીલ કરાવે છે. આ ઉપરાંત તમારું મેટાબોલિઝ્મ લેવલ પણ સુધાર છે.
દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી તમારા બોડીને હેલ્થી રાખવા માટે ખુબજ જરૂરી છે. તેથી રોજ ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ.
આખા દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી કન્ઝ્યુમ કરવું જરૂરી છે. જે તમારી બોડીને હેલ્થી અને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.