વર્કઆઉટ સ્નેકમાં કરો આ સ્વાદિષ્ટ તજ પ્રોટીન લાડૂનું સેવન

Jan 30, 2023

shivani chauhan

એકટીવ લાઈફ સ્ટાઇલ ઘણી મહત્વપૂર્ણ છે અને તેથીજ વર્ક આઉટ કરવાની જરૂર છે.

વર્ક આઉટના ફાયદાઓ મેળવવા માટે તમારે વર્આઉટ પહેલા અને પછીના નાસ્તાની વિષે વિચાર કરવાની જરૂર છે જે તમને દિવસભર એનર્જી ટકાવી રાખવામાં મદદ કરશે એટલું જ નહીં, તે સ્વાદિષ્ટ પણ છે.

સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલાએ ઇન્સ્ટાગ્રામ પર આવા જ એક નાસ્તાની રેસીપી શેર કરી છે જે વર્કઆઉટ પહેલા અને પછી બંને વખતે  ખાઈ શકાય છે.

* 1/4 કપ પ્રોટીન પાવડર * 1/2 કપ બદામનું છીણ *3 ચમચી સુકા નારિયેળનો છીણ * 2 ચમચી મેપલ સીરપ * 1 ચમચી તજ

સામગ્રી

કોટિંગ માટે   1 ચમચી તજ 2 ટેબલસ્પૂન ડેસીકેટેડ નારિયેળનિનું છીણ

મેથડ    એક બાઉલમાં બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરી લોટ બાંધો  બોલ બનાવવા માટે તેમને રોલ કરો.

કોટિંગ માટે, તજ અને નારિયેળનું છીણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો દરેક બોલને મિશ્રણમાં મિક્ષકરીને લાડૂ 10 મિનિટ માટે રેફ્રિજરેટરમાં મૂકો. એન પછી સર્વ કરો.