Jun 14, 2024

World Blood Donor Day: વર્ષમાં કેટલી વખત રક્તદાન કરી શકાય?

Ajay Saroya

વિશ્વ રક્તદાન દિવસ

વિશ્વ રક્તદાન દિવસ 14 મેના રોજ દુનિયાભરમાં ઉજવાય છે. રક્તદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા હેતુ આ દિવસ ઉજવાય છે. રક્તદાન એ એક એવું દાન છે જે કોઈ વ્યક્તિનું આયુષ્ય વધારી શકે

Source: freepik

વિશ્વ રક્તદાતા દિવસ કેમ ઉજવાય છે?

ડબ્લ્યુએચઓ ના જણાવ્યા અનુસાર, વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીનો હેતુ યુવાનોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. રક્તદાન કરીને તમે કોઇ વ્યક્તિની લોહીની જરૂરિયાત પૂરી કરી જીવ બચાવી શકો છો. રક્તદાન કરવાથી વ્યક્તિનો જીવ બચાવવાની સાથે સાથે આપણા શરીરને પણ સ્વસ્થ રાખી શકીએ છીએ.

Source: freepik

1 રક્તદાન 3 જીંદગી બચાવશે

એક વખત રક્તદાન કરીને તમે ત્રણ લોકોનો જીવ બચાવી શકો છો. આવો જાણીએ કેવી રીતે રક્તદાન આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Source: freepik

રક્તદાન કરવાના સ્વાસ્થ્ય લાભ

લોહી જીવન માટે જરૂરી છે. આપણું શરીર લોહી વગર જીવિત રહી શકતું નથી. શરીરના કોષોને જરૂરી પોષક તત્વો અને ઓક્સિજન પહોંચાડવા માટે લોહી સમગ્ર શરીરમાં પરિભ્રમણ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ સર્જરી કરાવે છે અથવા આઘાતજનક ઇજાઓ પહોંચે છે, જેમ કે કાર અકસ્માત, ત્યારે તમારું રક્તદાન કોઈનો જીવ બચાવી શકે છે.

Source: freepik

રક્તદાન કરવાથી શરીરમાં લાલ રક્તકણોનું ઉત્પાદન ઝડપથી થાય છે. એકવાર તમે રક્તદાન કરો, પછી તમારું શરીર તમને લોહીને ફરીથી ભરવા માટે ઉત્તેજિત કરે છે.

Source: freepik

એક વાર તમે રક્તદાન કરો, પછી તમારા લોહીની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે અને તમને લોહીમાં રહેલી બધી અશુદ્ધિઓનો ખ્યાલ આવે છે.

Source: freepik

રક્તદાન કરવાથી તમને માનસિક શાંતિ મળે છે. તમને હૃદયથી ઉંડો આરામ મળે છે જે તમને માનસિક રીતે શાંત કરે છે.

Source: express-photo

રક્તદાન કરવાની પહેલા તમારા બ્લડનું હિમોગ્લોબિન લેવલ ટેસ્ટ થાય છે, જેથી તમે તમારા શરીરમાં બલ્ડ લેવલ વિશે જાણી શકો છો.

Source: freepik

રક્તદાન કરવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે.

Source: freepik

વર્ષમાં ઓછામાં ઓછું એક વાર રક્તદાન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે અને ધમનીના અવરોધને ઘટાડવામાં મદદ મળી શકે છે. 1990ના અભ્યાસો દર્શાવે છે કે જે લોકોએ રક્તદાન કર્યું હતું તેમનામાં હૃદયરોગના હુમલાનું જોખમ 88 ટકા જેટલું ઘટી ગયું હતું.

Source: freepik

રક્તદાન તમારા શરીરમાં આયર્ન લેવલ સંતુલિત રાખે છે. લોહીમાં વધુ પડતું આયર્ન તમારા હૃદયની ધમનીઓને કડક બનાવી શકે છે, જેનાથી શરીરના અન્ય ભાગમાં બ્લડ સર્ક્યુલેશનમાં વિક્ષેપ સર્જાઇ શકે છે. રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ ઘટે છે, જે એથરોસ્ક્લેરોસિસનું જોખમ ઘટાડે છે.

Source: freepik

Source: social-media