1.5 ટીસ્પૂન તેલ, 2 તમાલપત્ર, 1 લવિંગ, 3 ઈલાયચી, 1 ઇંચ તજ, 1 ટીસ્પૂન જીરું, 1 મધ્યમ કાપેલી ડુંગળી, 1 મધ્યમ કાપેલા ટામેટાં, 3/4 કપ મેથીના પાન, કોથમીર, 3-4 લસણની કળી, 1 ઇંચ આદુ, 1/2 ટીસ્પૂન જીરું, 1/3 કપ સમારેલા ગાજર, મીઠું સ્વાદાનુસાર, 1/2 કપ દહીં, બ્રાઉન રાઈસ, 1 કપ, ચોખા, જરૂર મુજબ પાણી
એક પેનમાં ડુંગળી સાથે તેલ, જીરું, આખા મસાલા જેમ કે ઈલાયચી, તજ, લવિંગ વગેરે નાખીને બરાબર સાંતળો.
તે બરોબર કુક થઇ જાય ત્યારબાદ તેમાં ટામેટા, મેથીના પાન નાખીને બરાબર પકાવો.
હવે લસણ આદુ મરચાની પેસ્ટ અને મેથી પણ પેસ્ટ કરી લો ત્યારબાદ એ પેસ્ટ પેનમાં નાખો પેસ્ટ સાથે ગાજર, મીઠું અને તેને મિક્સ કરો
પછી તેમાં દહીં, પલાળેલા ચોખા, પાણી નાખીને ઢાંકીને થોડીવાર પકાવો અને તમારો મેથી પુલાવ તૈયાર છે.
તમે પુલાવમાં બ્રાઉન રાઈસ યુઝ કરી શકો છો કારણ કે એમાં ફાઈબર હોય છે આ ઉપરાંત તે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે તેથી ડાયાબિટીસના દર્દીઓને વાઈટ રાઈસ કરતા ફાયદાકારક માનવામાં આવે છે.