વિશ્વ લીવર દિવસ (World Liver Day) દર વર્ષે 19 એપ્રિલે યકૃતના સ્વાસ્થ્ય (liver Health) ના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને લીવરના રોગોને અટકાવવા માટે મનાવવામાં આવે છે.
લીવર આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે, તે પોષક તત્વોની પ્રક્રિયા કરવા, ઝેરતત્વોને ફિલ્ટર કરવા અને પિત્ત ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે.
હેલ્થી લીવર માટે સંતુલિત આહાર લેવો, નિયમિત કસરત કરવી અને આલ્કોહોલના સેવનથી દૂર રહેવું અને હેલ્થી લાઇફસ્ટાઇલ અપનાવી જરૂરી છે.
યુરોપિયન એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ધ લિવર (EASL) દ્વારા 2010માં પ્રથમ વિશ્વ લિવર ડેની શરૂઆત કરવામાં આવી હતી. 19 એપ્રિલ 1966ના રોજ EASLની સ્થાપનાની યાદમાં તે દર વર્ષે 19 એપ્રિલે ઉજવવામાં આવે છે.
વર્લ્ડ લિવર ડે 2024 ની થીમ છે ‘ જાગ્રત રહો, નિયમિત લિવર ચેક-અપ કરાવો અને ફેટી લિવરના રોગોને અટકાવો
રિપોર્ટ મુજબ, લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે . 2030 સુધીમાં આ સંખ્યામાં 35 ટકાનો વધારો થઇ શકે છે.
લીવર-સંબંધિત રોગોની સંખ્યામાં વધારો રોગની ગંભીરતા, જોખમી પરિબળો અને નિવારણ વિશે જાગૃતિના અભાવ સાથે જોડાયેલો છે.
તે વધુ વજનવાળા, મેદસ્વી અને ડાયાબિટીસવાળા લોકોની વધતી સંખ્યા સાથે પણ જોડાયેલું છે.આ બધા નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) અને હેપેટોસેલ્યુલર કાર્સિનોમા માટે જોખમી પરિબળો છે.