World Thalassemia Day : જયારે લગ્નની વાત આવે ત્યારે આપણે કુંડળી મેચ કરાઈ છીએ પરંતુ શું કદી વિચાર્યું છે, આ ટેસ્ટ કરાવવો કેટલો જરૂરી છે?

May 08, 2023

shivani chauhan

લગ્ન નક્કી થતા પહેલા આપણે કુંડળી મેચ કરવામાં માનીએ છીએ, પરંતુ થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જન્મકુંડળી મેચ કરાવ્યા કરતા વધુ મહત્વનો છે, કેમ જાણો,

આજે એટલે કે, 8 મેના રોજ વર્લ્ડ થેલેસેમિયા ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે, "બી અવેર, શેર એન્ડ કેર''

થેલેસેમિયા શું છે? :  થેલેસેમિયા એ વારાસગત બીમારી છે અને પેઢી દર પેઢી આગળ વધે છે. આ બીમારી બાળકને જન્મથી જ લાગુ થાય છે અને જીવનભર મટતી નથી.

 આનો એક જ ઉપાય છે, લગ્ન સંબંધોમાં કુંડળી મેચ કરાવ્યા પહેલા થેલેસીમિયા ટેસ્ટ કરાવવો.

થેલેસેમિયાની બીમારીથ પીડિત વ્યક્તિના શરીરમાં રક્તકણ અને હિમોગ્લોબિન સરેરાશ કરતા અત્યંત ઓછું થઇ જાય છે. વ્યક્તિના સમગ્ર શરીરમાં ઓકસીજનના પરિવહન માટે હિમોગ્લોબિન નામનું પ્રોટીન જરૂરી હોય છે. જો તે શરીરમાં ન બને તો અથવા સામાન્ય કરતા પ્રમાણ ઘટી જાય તો બાળકને થેલેસીમિયા બીમારી થવાની સંભાવના રહે છે.

થેલેસેમિયાના બે પ્રકાર હોય છે એક માઇનર અને મેજર.

જો રક્તકણો પ્રમાણમાં નાના હોય તો તેને થેલેસેમિયા માઇનર કહેવાય છે.

કોઇ બાળકના માતા-પિતા બન્ને મેજર હોય તો બાળકને થેલેસીમિયા મેજર આવે છે,જો એક માઈનર અને એક મેજર હોય બાળકને મેજર અથવા માઈનર   થવાની શક્યતા છે. પરંતુ કપલ માંથી એકને માઈનર અને એક નોર્મલ છે તો બાળકને થેલેસેમિયા થવાની શક્યતા ઓછી છે.

 થેલેસેમિયા માઇનર એ બીમારી નથી પરંતુ થેલેસેમિયા મેજર એ એક જીવલેણ બીમારી છે.