Jun 20, 2024
યોગ દિવસ દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે. આ અવસરે સમગ્ર વિશ્વ યોગ કરીને યોગને પ્રોત્સાહન આપે છે. ઘણા લોકો શરીરને સ્વસ્થ્ય અને મજબૂત રાખવા માટે યોગના વિવિધ આસન એટલે કે યોગાસન કરે છે.
આ આસન શરીરનું સંતુલન જાળવવાની સાથે નર્વસ સિસ્ટમને આરામ આપવામાં મદદ કરે છે. તણાવ અને ચિંતા દૂર રાખે છે. આ આસન કરવા માટે હાથને નમસ્તે મુદ્રામાં છાતી નજીક રાખો. હવે એક પગ પર ઉભા રહીને પ્રણામાસન કરો.
આ આસનમાં બંને હાથ ઉપરની તરફ રાખો. હવે હાથ અને પીછને પાછળની તરફ લઇ જઇ તમારા પેટના સ્નાયુઓને ખેંચો. આ યોગાસન પાચનમાં મદદ કરે છે. તે પીઠના નીચેના ભાગમાં દુખાવો, અસ્થમા અને થાક ઘટાડવામાં પણ મદદ કરે છે.
હસ્ત પાદાસન અનિદ્રા અને ઓસ્ટિઓપોરોસિસને દૂર કરવામાં મદદરૂપ છે. આ આસન તાણ અને અસ્વસ્થતાનો સામનો કરવામાં મદદ કરે છે. ઉપરાંત માથાનો દુખાવો અને માઈગ્રેનને દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ તેનો સૌથી મોટો ફાયદો એ છે કે આ યોગ મુદ્રા તમારા હેમસ્ટ્રિંગ્સ, પગની પિંડી અને હિપ્સમાં ખેંચાણ લાવી ઘૂંટણ અને જાંઘને મજબૂત બનાવે છે.
અશ્વ સંચલાનાસન યોગ મુદ્રા ધૈર્ય અને ઇચ્છાશક્તિને પ્રોત્સાહન આપે છે. તે ફેફસાંની ક્ષમતા વધારે છે અને પાચનતંત્રને ઉત્તેજિત કરે છે. તે લીવર અને કિડનીને ટોન કરે છે. પરંતુ, ઘૂંટણના દુખાવાવાળા લોકોએ આ આસન કરવાનું ટાળવું જોઈએ.
આ આસન પેટને ટોન કરવામાં મદદ કરે છે. સાથે જ સ્ટેમિના અને કાંડા અને ખભાની તાકાત પણ વધારે છે. આ યોગ મૂડ સુધારે છે અને મનને શાંત કરવામાં મદદ કરે છે. માટે આ બધા ફાયદા માટે તમારે દંડાસન કરાવવું જોઈએ.
આ યોગાસનમાં શરીરનો આગળનો ભાગ જમીન પર અડેલો રહે છે અને તમારા હિપ્સને ફ્લોરથી સહેજ ઉંચા રહે છે. આ યોગ કરવાથી તમારા હાથ, ખભા અને પગ મજબૂત બને છે. કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને છે. ખભા અને ગરદનના તણાવપૂર્ણ સ્નાયુઓમાં રાહત આપે છે.
આ આસન પેટના સ્નાયુઓને ટોન કરવામાં મદદરૂપ છે. શરીરમાં રક્ત પરિભ્રમણને વધારે છે અને માસિક ચક્રને સુધારવામાં મદદ કરે છે. આ યોગાસન પીઠના દુખાવા અને સાઇટિકામાં રાહત આપે છે. અસ્થમાના લક્ષણો ઘટાડે છે.
અધો મુખા સ્વાનાસન થાકેલી નસોને શાંત કરે છે અને તાણનો સામનો કરવામાં મદદ કરે છે. તે રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે, પીઠના દુખાવાની સમસ્યાને ઘટાડે છે અને માથાનો દુખાવો દૂર કરવામાં મદદરૂપ છે.
આ યોગ મુદ્રામાં તમારા જમણા પગને આગળની બાજુ રાખો અને ડાબા પગને પાછળની બાજુ રાખી. કમર અને ગરદરનને ઉપર આકાશ તરફ લઇ જાવો. આ યોગાસન સમગ્ર શરીર માટે ખૂબ ફાયદાકારક છે.
હસ્ત ઉત્તનાસન, જે સૂર્ય નમસ્કારનો એક ભાગ છે, તે સ્નાયુઓને સંકોચન અને ખેંચાણમાં મદદ કરે છે, જેનાથી કિડની તરફ રક્ત પરિભ્રમણ વધે છે. આ યોગ શરીરમાંથી ઝેરી તત્વો બહાર ફેંકવામાં મદદ કરી શકે છે. આમ, હસ્ત ઉત્તનાસનનો અભ્યાસ કરવાથી કિડની દ્વારા લોહીને શુદ્ધ કરવામાં મદદ મળી શકે છે.
હસ્ત ઉત્તનાસન, જે સૂર્ય નમસ્કારનો એક ભાગ છે, તે સ્નાયુઓને સંકોચન અને ખેંચાણમાં મદદ કરે છે, જેનાથી કિડની તરફ રક્ત પરિભ્રમણ વધે છે. આ યોગ શરીરમાંથી ઝેરી તત્વો બહાર ફેંકવામાં મદદ કરી શકે છે. આમ, હસ્ત ઉત્તનાસનનો અભ્યાસ કરવાથી કિડની દ્વારા લોહીને શુદ્ધ કરવામાં મદદ મળી શકે છે.
પ્રણામાસન શરીરની બધી સિસ્ટમોને એકબીજા સાથે સંતુલનમાં લાવવામાં મદદ કરે છે. તે ચિંતા અને તણાવને ઘટાડવામાં મદદ કરે છે. તે મન અને શરીરને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે. તે વિચારવાની ક્ષમતા અને શ્વાસ લેવાની પ્રક્રિયામાં સુધારો કરે છે.