Yoga for diabetes : આ 5 યોગાસનથી કન્ટ્રોલમાં રહેશે ડાયાબિટીસ

Feb 22, 2023

Ajay Saroya

ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય ત્યારે ડાયાબિટીસની બીમારી લાગુ થાય છે.  

અહીંયા જણાવેલા 5 યોગાસન ડાયાબિટીસને કન્ટ્રોલમાં રાખવામાં મદદરૂપ થશે.

કપાલભાતિ પ્રાણાયામ શરીરમાં લોહીનું ભ્રમણ સુધારે કરે છે અને મનને શાંત રાખે છે. શરીરના વિવિધ અંગો અને મગજને જોડતી નસોને મજબૂત બનાવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ આસાન ફાયદાકારક રહે છે. 

કપાલભાતિ 

ડાયાબિટીસના દર્દીઓ માટે તાડાસન ઘણું લાભદાયી બની શકે છે, દરરોજ યોગાસન કરવાથી ફાયદો થશે.

તાડાસન

પવનમુક્તાસન હોર્મોન્સના સ્ત્રાવને સુધારવામાં મદદ કરે છે. પેટ અને કરોડરજ્જ મજબૂત બને છે. પાચનતંત્રની ક્રિયાને સુવ્યવસ્થિત રાખે છે.

પવનમુક્તાસન

શરીરના લોહીમાં સુગરને કન્ટ્રોલ કરનાર ઇન્સ્યુલિન હોર્મોન્સ પેંક્રિયાઝ ઉત્પન્ન કરે છે અને ધનુરાસન પેંક્રિયાઝને સક્રિય કરવામાં મદદ કરે છે. આ યોગાસનથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે.

ધનુરાસન

આ આસનથી સુગરના દર્દીઓને ફાયદો થાય છે. કરોડરજ્જુ મજબૂત બને છે અને ફેફસાંની શ્વાસ લેવાની ક્ષમતા વધારવામાં પણ મદદ મળે છે. 

અર્ધમત્સ્યેન્દ્રાસન