ઉનાળો શરૂ થવાની તૈયારીઓ છે ત્યારે ગરમીથી બચવા માટે લોકો અનેક વસ્તુઓ પોતાના ભોજનમાં ઉમેરશે.
ઉનાળામાં દહીં, કાકડી, ડુંગળી, લીંબુ પાણી સહિત અનેક વસ્તુઓ વધારે ખવાય છે.
આવી સ્થિતિ વચ્ચે દહીં કાકડ સલાડ પણ ભોજનમાં ઉમેરવું જોઈએ. જે સ્વાદમાં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
દહીં કાકડી સલાડમાં દહીં અને કાકડી સાથે સ્વાદ વધારવા માટે કેટલાક મૂળભૂત મસાલાનો સમાવેશ થાય છે.
કાકડી રાયતાની જેમ, તે એક સરળ પ્રોફાઇલ ધરાવે છે અને કોઈપણ વાનગી સાથે જોડી શકાય છે.
1 કપ કાકડી, 1/2 કપ દહીં, 1/2 ટીસ્પૂન લીલા મરચાં, 1/2 ટીસ્પૂન લીલા ધાણા, ગુલાબી મીઠું સ્વાદ મુજબ
એક નાની કાકડી લો અને તેને એકદમ ઝીણી સમારી લો. ત્યાર બાદ એક બાઉલમાં એક વાટકી દહીં લો દહીને ચમચી કે બીટર વડે ફીણીં દો.
ફીણેલા દહીંમાં ઝીણીં સમારેલી કાકડી નાંખો અને સારી રીતે મીક્ષ કરી દો. ત્યારબાદ ઝીણા સમારેલા લીલી ધાણાં પણ ઉમેરો.
ત્યાર બાદ આ મીશ્રણમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણા સમારેલા લાલ મરચા પણ ઉમેરી દો અને બધી વસ્તુઓ સારી રીતે મીક્સ કરો.
આ રીતે તારું દહીં કાકડી સલાડ તૈયાર થઈ જશે. એક વાટકીમાં સર્વ કરીને આનંદ ઉઠાવો.