3-4 મોટી કાચી કેરી (નાના ટુકડામાં સમારેલી), 2 ચમચી મીઠું (સ્વાદ મુજબ), 1 ચમચી રાઈ કુરિયા, 1.5 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર, 1/4 ચમચી હિંગ, 1/2 ચમચી વરિયાળી, 1 ચમચી મેથીના કુરિયા, 1 ચમચી કાજુ, 1/2 કપ પાણી (ઉકાળેલું અને ઠંડુ કરેલું)
સૌ પ્રથમ કાચી કેરીને સારી રીતે ધોઈ લો અને તેના નાના ટુકડા કરી લો. એક પહોળા વાસણમાં પાણી લો અને તેમાં બધા મસાલા ઉમેરો.
હવે એમાં મીઠું,રાઈના કુરિયા, હળદર, મરચું, વરિયાળી, હિંગ, મેથી કુરિયા નાખીને મિક્સ કરો.
હવે આ મસાલાને તમારા હાથથી 10 મિનિટ સુધી સારી રીતે મિક્સ કરો જેથી સ્વાદ સારી રીતે ઓગળી જાય.
હવે તેમાં સમારેલી કેરી ઉમેરો અને ફરીથી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને કાચની બરણીમાં ભરીને 2 દિવસ સુધી તડકામાં રાખો.
તમારું અથાણું 2 દિવસ પછી તૈયાર છે. તેને રેફ્રિજરેટરમાં રાખો અને મહિનાઓ સુધી ખાઓ.