બરફી ભારતની પ્રખ્યાત મીઠાઇ છે, જે દૂધનો માવો અને વિવિધ ચીજ વસ્તુ ઉમેરીને બનાવાય છે.
અહીં એક ફળ માંથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પપૈયાની બરફી બનાવવાની રેસીપી આપી છે, જે સરળતાથી ઘરે બનાવી શકાય છે.
પાકું પપૈયુ, દૂધ, ખાંડ, એલચી પાઉડર, ડ્રાયફૂડ્સના ટુકડા, ઘી, મોળો માવો
પપૈયા બરફી બનાવવા માટે પાકા પપૈયાની છાલ ઉતારો. પછી ખમણી પર છીણી લો. હવે હાથ વડે સહેજ દબાવી છીણેલા પપૈયા માંથી વધારાનો રસ કાઢી લો. બધો રસ કાઢવાનો નથી.
ગેસ ચાલુ કરી એક કઢાઇમાં ઘી ઓગાળો. પછી ધીમા તાપે પપૈયાની છીણને પકવો. ચમચા વડે પપૈયાન સતત હલાવતા રહો જેથી કઢાઇમાં દાઝે નહીં. પપૈયુંનું બધી પાણી શોષાઇને નરમ અને કાચુંપણું દૂર થાય ત્યાં સુધી પકવો.
હવે કઢાઇમાં દૂધ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. બધુ જ દૂધ શોષાઇ જાય ત્યાં સુધી ધીમા તાપે પપૈયાનં પકવો. દૂધથી બરફીનો સ્વાદ વધે છે.
દૂધ શોષાઇ જાય પછી મોળો માવો નાંખો. બધી સામગ્રી એકરસ થાય ત્યાં સુધી માવો ઉમેર્યા બાદ સામગ્રીને સતત હલાવતા રહો.
આ મિશ્રણ ઘટ્ટ થઇને કઢાઇનું તળિયું છોડવા લાગે ત્યારે તેમા એલચી પાઉડર અને ડ્રાયફૂટ્સના ટુકડા ઉમેરો. બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી ગેસ બંધ કરો.
હવે એક ટ્રે કે થાળીમાં ઘી લગાવી તેમા આ મિશ્રણ નાંખો. ચમચા વડે મિશ્રણને સારી રીતે પાથરી દો અને તેને સેટ થવા દો. બરફી સહેજ સેટ થાય એટલે કટર કે ચાકુ વડે ટુકડા કરો.