ગામડાની હેલ્ધી અને ટેસ્ટી રેસીપી, લીલા ચણાનું જાદરીયું

Feb 05, 2026, 09:23 PM

શિયાળામાં લીલા ચણા ઘણા જોવા મળે છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી છે. જેને પોપટા કે જીંજરા પણ કહેવાય છે.

લીલા ચણામાંથી તમે ચણાની દાળ, ચણાનું શાક વગેરે પણ બનાવી શકો છો. જોકે આજે અમે લીલા ચણાની સુખડીની રેસીપી જણાવી રહ્યા છીએ. જેને જાદરીયું કહેવાય છે. આ હેલ્થી અને ટેસ્ટી હોય છે.

જાદરીયુંની સામગ્રી

લીલા સેકેલા ચણા, ઘી, ખાંડ, દૂધ, કિસમિસ, બદામ, કાજુ.

લીલા ચણાનું જાદરીયું બનાવવાની રીત

સૌ પ્રથમ લીલા ચણાને ફોલી તેના દાણાને સેકી લો. આ સેકેલા ચણાને મિક્સરમાં એકદમ લોટ જેવો ભુક્કો કરી નાખો.

એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ચણાનો ભુક્કો નાખો અને 10 થી 12 મિનિટ માટે મીડીયમ ફ્લેમ પર શેકી લો.

શેકાવાની સુગંધ આવે પછી તેમાં દૂધ એડ કરીને બરાબર મિક્સ કરી લો.

દૂધ બળી જાય પછી તેમાં ખાંડ નાખીને મિક્સ કરો અને ખાંડનું પાણી બળવા દો. પછી તેમાં કિસમિસ અને બદામ નાખીને મિક્સ કરી લો.

આ રીતે લીલા ચણાની સુખડી કે જાદરીયું તૈયાર થઇ જશે. તેની એક પ્લેટમાં લઈને ઉપરથી ડ્રાયફ્રુટ નાખી સર્વ કરી છો.

તમે તેને ડબ્બામાં ભરીને ઘણા દિવસો સુધી ખાઇ શકો છો.