ભરેલા ભીંડા રેસીપી, કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવો

Dec 30, 2025, 09:21 PM

ભરેલા ભીંડાનું શાક

ભરેલા ભીંડાનું શાક ઘણું સ્વાદીષ્ટ હોય છે. એકવખત ખાધા પછી રોજ ખાવાની ઇચ્છા થાય છે

ભરેલા ભીંડા શાક રેસીપી

તમને ઘરે ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલમાં ભરેલા ભીંડાનું શાક બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.

ભરેલા ભીંડાના શાકની સામગ્રી

ભીંડા, ચણાનો લોટ, સીંગનો ભુકો, ધાણાજીરું, હિંગ, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, કોથમીર, તેલ, મીઠું.

ભરેલા ભીંડાનું શાક બનાવવાની રીત

ભીંડાને પાણીથી ધોઈ નાંખો અને પછી કપડાથી સારી રીતે સાફ કરી લો. આગળ પાછળના ભાગ થોડા કાપી લેવા. આ પછી ભીંડાની વચ્ચે ચીરો કરી લેવો.

આ પછી એક પ્લેટમાં ચણાનો લોટ, સીંગનો ભૂકો, હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલો, થોડું તેલ મિક્સ કરી લેવું અને મસાલો બનાવી લેવો. આ મિક્સ કરેલો મસાલો ભીંડાની વચ્ચેની ચીરીમાં ભરી દેવો.

ગેસ ચાલુ કરીને તેના ઉપર એક કડાઇમાં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તેમા જીરું અને હિંગ એડ કરવી. એક એક કરીને બધા ભરેલા ભીંડા તેમાં એડ કરી દેવા.

આ પછી ઉપર એક પ્લેટમાં પાણી મૂકવું જેની વરાળ થાય તેનાથી ભીંડા જલ્દી ચડી જાય.

થોડીવારમાં જ્યારે ભીંડા ચડી જાય એટલે એટલે ઢાંકણ ખોલીને ભીંડા ઉપર વધેલો મસાલો એડ કરી દેવો અને મિક્સ કરી લેવું.

આ રીતે આપણા ટેસ્ટી મસાલા ભરેલા ભીંડા તૈયાર થઇ જશે. તમે તેના પર ધાણા નાખી શકો છો.

આ શાક તમે રોટલી, રોટલા કે પરાઠા સાથે ખાઇ શકો છો.