કાઠિયાવાડી સ્પેશિયલ ગીરનારી ખીચડી ઘરે બનાવો, ટ્રાય કરો ઓથેન્ટીક રેસીપી

શિયાળામાં જો તમે ખીચડી ખાઈને કંટાળ્યા હોવ તો એકવાર કાઠિયાવાડી સ્પેશિયલ ગીરનારી ખીચડી ઘરે બનાવી શકો છો.

Jan 20, 2026, 02:44 PM
Photo Credit : instagram

ગીરનારી ખીચડી

શિયાળામાં આ ખીચડી સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે કે કારણ કે તેમાં બધી દાળ અને બધા શાકભાજી આવે છે.

Photo Credit : instagram

ગીરનારી ખીચડી

તો તમે એકવાર ઘરે કાઠિયાવાડી સ્પેશિયલ ગીરનારી ખીચડીની ઓથેન્ટીક રેસીપી જરૂર ટ્રાય કરો.ફટાફટ રેસીપી નોંધી લો.

Photo Credit : instagram

સામગ્રી

ચોખા, ઘરમાં જેટલી દાળ હોય એ બધી લેવી, મીઠું, હળદર, બધા શાકભાજી, આદુ, લીલા મરચાં, લસણ, કાંદા, મીઠો લીમડો, ખડા મસાલા.

Photo Credit : instagram

ખીચડી માટે પાણી મુકવું

એક તપેલી કે મોટા વાસણમાં જેટલા ચોખા લો એનાથી વધારે પાણી લેવું તેમાં મીઠું અને ચમચી હળદર લો. અને પાણીને ગરમ કરવા માટે રાખી દો.

Photo Credit : instagram

મીક્સ દાળ અને ચોખા ધોવા

અહીં ઘરમાં હોય એ બધી દાળ જેવી કે મસુર દાળ, મગદાળ, ચણા દાળ, તુવર દાળ, અડદ દાળ અને ચોખાનું પ્રમાણ થોડું વધારે લેવું. પાણીમાં સારી રીતે ધોઈ લેવું.

Photo Credit : instagram

શાકભાજી લેવા

ફૂલાવર, કોબીજ, શક્કરિયું, વટાણા, બટાકા, રતાળું, રીંગણ, લીલી તુવર, લીલી ડુંગળી, ગાજર સહિત બધી શાકભાજીને ઝીણી કાપી રાખો.માર્કેટમાં જે શાકભાજી મળે એ લેવી.

Photo Credit : instagram

શાકભાજી અને દાળ ઉમેરો

હવે ગરમ પાણીમાં કાપેલા બધા શાકભાજી અને મીક્સ દાળ અને ચોખા તેમજ એક વાટકી મગફળીના દાણા ઉમેરવા અને હલાવી ધીમા પાતે ચડવા દેવું.ત્યારબાદ ખીચડીને હલાવીશું.

Photo Credit : instagram

તડકો તૈયાર કરવો

તડકા માટે એક પેનમાં બે મોટી ચમચી ઘી લો, તેમાં તજપત્તા, મીઠો લીમડો,સુકા મરચાં, રાઈ, જીરું, હીંગ, એક કપ ઝીણી સમારેલી ડુંગળી, આદુ, લસણ અને મરચાને ખાંડીને નાંખો.

Photo Credit : instagram

તડકો તૈયાર કરવો

ત્યાર બાદ સ્વાદ પ્રમાણે મીઠું, અને કાપેલા ટામેટાં ઉમેરો ત્યારબાદ ધાણાજીરું, ગરમ મસાલો, હળદર, કાશ્મીરી લાલ મરચું ઉમેરો મીક્સ કરીને પાણી ઉમેરી પાકવા દો.

Photo Credit : instagram

તડકો તૈયાર લગાવવો

હવે સારી રીતે મસાલો પાકી જાય ત્યારે મસાલાને ખીચડી ઉપર ઉમેરો અને કાપેલા લીલા ધાણા નાંખીને સારી રીતે મીકસ કરો આમ તમારી ગીરનારી ખીચડી તૈયાર થઈ જશે.

Photo Credit : instagram