શિયાળામાં બનાવો ખજૂરનો હલવો, બાળકોને મળશે પૌષ્ટીક વાનગી

Dec 26, 2025, 09:00 PM

ખજૂરનો હલવો ભારતની એક પરંપરાગત અને પૌષ્ટિક મીઠાઈ છે. ખાસ કરીને શિયાળાની સિઝનમાં બનાવવામાં આવે છે.

ખજૂરનો હલવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તમે તેને ઘરે પણ આસાનીથી બનાવી શકો છો. તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

ખજૂરના હલવાની સામગ્રી

ઠળિયા વગરની ખજૂર, ઘી, દૂધ, કાજુ સમારેલા, બદામ સમારેલા, એલચી પાવડર, કિસમિસ.

ખજૂરનો હલવો બનાવવાની રીત

સૌપ્રથમ ખજૂરના ઠળિયા કાઢી નાખો. પછી 2-3 કલાક માટે હુંફાળા દૂધ અથવા પાણીમાં પલાળી રાખો અને પછી તેને મિક્સરમાં પીસીને સ્મૂધ પેસ્ટ બનાવો.

એક પેનમાં ઘી ગરમ કરો અને ડ્રાયફુટ્સને હળવા સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો, પછી બાજુ પર રાખો.

તે જ પેનમાં ખજૂરની પેસ્ટ ઉમેરો અને ધીમા તાપે સતત હલાવતા રહો. હવે તેમાં થોડું થોડું દૂધ ઉમેરો અને એલચી પાવડર ઉમેરો.

જ્યારે હલવો પેન છોડવા લાગે ત્યારે ફ્રાયફુટ્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

આ રીતે તમારો ટેસ્ટી અને હેલ્ધી ખજૂરનો હલવો તૈયાર થઇ જશે.

ખજૂર આયર્ન, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને નેચરલ શુગરથી ભરપૂર હોય છે. આયર્નની ઉણપથી પીડાતા લોકો, સ્ત્રીઓ અને બાળકો માટે ફાયદાકારક છે.