ખીચું ગુજરાતની ફેમસ વાનગી છે. તે નાસ્તામાં એકદમ ટેસ્ટી લાગે છે.
લારી પર મળતું ટેસ્ટી ખીચું તમે ઘરે પણ બનાવી શકો છો. ખીચું બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
ચોખાનો લોટ, પાણી, જીરું, કોથમીર, અજમો, લીલા મરચા બારીક સમારેલ, મીઠું, તેલ.
સૌથી પહેલા એક તપેલીમાં 3 વાટકી જેટલું પાણી લો અને તેને ગેસ પર ગરમ કરવા મુકો.
આ પછી તેમાં અજમો, જીરું, મીઠું નાખો. બારીક સમારેલા લીલા મરચા અને થોડું તેલ નાખો અને થોડીક વાર ઉકળવા દો.
આ પછી ચોખાનો લોટ ધીમે-ધીમે ઉમેરવો અને તેને હલાવતા રહો. આ સમયે ગેસ થોડો ધીમો રાખવો.
ખીચું એકદમ ઘટ્ટ ના થઇ જાય ત્યાં સુધી હલાવો. આ રીતે તમારું ટેસ્ટી ખીચું તૈયાર થઇ જશે.
ખીચું ઉપર તમે તેલ નાખીને ખાઇ શકો છો. તેને અથાણા સાથે પણ થાઇ શકાય છે.