મહાશિવરાત્રીમાં બનાવો સાબુદાણાની ખીચડી, એકદમ સ્વાદીષ્ટ બનશે

Feb 13, 2026, 08:39 PM

મહાશિવરાત્રીનો તહેવાર 15 ફેબ્રુઆરીને રવિવારે આવી રહ્યો છે. આ દિવસે ઘણા લોકો ઉપવાસ કરે છે.

ઉપવાસમાં સાબુદાણાની ખીચડી ખાઇ શકો છો. સાબુદાણા ખીચડી બનાવવાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.

સામગ્રી

સાબુદાણા, બાફેલા બટાકા, શેકેલા મગફળીના દાણા, જીરું, તેલ, ગરમ મસાલો, બારીક સમારેલા લીલા મરચાં, મીઠા લીમડાનાં પાન, છીણેલું સૂકું નારિયેળ, હળદર, લીંબુનો રસ, ખાંડ, મીઠું, બારીક સમારેલા લીલા ધાણા, પાણી

સાબુદાણા ખીચડી બનાવવાની રીત

સૌ પ્રથમ સાબુદાણાને પાણીથી ધોઈ લો અને 2 કલાક માટે પાણીમાં પલાળી રાખો. પલાળેલા સાબુદાણામાંથી વધારાનું પાણી કાઢવા માટે તેને એક ચાળણીમાં નાખો. તેને 1-2 કલાક માટે તેમ જ રહેવા દો.

એક નોનસ્ટિક પેનમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. ગરમ તેલમાં જીરું નાખો. જ્યારે જીરું ગોલ્ડન થવા લાગે ત્યારે બારીક સમારેલા લીલા મરચાં અને મીઠા લીમડાનાં પાન નાખો અને સાંતળો.

આ પછી તેમાં સાબુદાણા નાખો અને બરાબર મિક્સ કરો. તેને સતત ચમચાથી હલાવીને થોડીવાર માટે પકાવો. તેમાં હળદર અને મીઠું નાખો અને બરાબર મિક્સ કરો.

તેને મધ્યમ આંચ પર જ્યાં સુધી સાબુદાણા પારદર્શી થઈ જાય ત્યાં સુધી પકાવો. તેને સતત હલાવતા રહો.

ત્યારબાદ તેમાં બાફેલા બટાકાં, પીસેલી મગફળી, છીણેલું નારિયેળ, લીંબુનો રસ, ખાંડ અને ગરમ મસાલા પાઉડર નાખો. તેને બરાબર મિક્સ કરો અને થોડી મિનિટ માટે ચમચાથી સતત હલાવીને પકાવો.

આ પછી ગેસને બંધ કરી દો. સાબુદાણા ખીચડીને એક બાઉલમાં કાઢો અને લીલા ધાણાથી સજાવો અને સર્વ કરો.

તમે ઉપર ચેવડો અને દાડમના દાણા પણ નાખી શકો છો. તેનાથી ટેસ્ટ એકદમ મસ્ત આવે છે.