મહાશિવરાત્રીનો તહેવાર હવે આવી રહ્યો છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે.
ઉપવાસમાં લોકો શક્કરિયાનો શીરો ખાય છે. તમને આ શીરાની રેસીપી જણાવી રહ્યા છીએ.
શક્કરિયા, ઘી, દૂધ, ખાંડ, કાજૂ, બદામ, ઇલાયચી પાઉડર
સૌ પ્રથમ શક્કરિયાને બાફી નાખો. આ પછી તેની છાલ ઉતારી તેનો ભુક્કો કરી નાખો.
એક કડાઇમાં ઘી લઈ શક્કરિયાનો માવો અંદર નાખવો અને તેને થોડીવાર માટે શેકવો.
આ પછી તેમાં દૂધ ઉમેરવું. દૂધ એકદમ માવામાં મિક્સ થઇ જાય ત્યાં સુધી હલાવતા રહેવું.
આ પછી તેમાં ખાંડ નાખવી અને ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવું. આ પછી તેની ઉપર થોડો ઇલાયચી પાઉડર નાખવો.
ત્યારબાદ ગેસ બંધ કરી દેવો. આ પછી તેના પર કાજુ બદામની કતરણ નાખી શકો છો.
ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લો. તમે શિવરાત્રીના ઉપવાસમાં ખાઇ શકો છો. તે બટાકાની ભાજી સાથે સારો લાગે છે.