મહાશિવરાત્રી પર બનાવો બટાકાની સુકી ભાજી, ચટાકેદાર બનશે

Feb 14, 2026, 10:41 PM

મહાશિવરાત્રીનો તહેવાર 15 ફેબ્રુઆરીને રવિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે લોકો ઉપવાસ કરતા હોય છે.

ઉપવાસમાં તમે બટાકાની સુકી ભાજી ખાઇ શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છે. જે પ્રમાણે એકદમ ચટાકેદાર બનશે.

સામગ્રી

બાફેલા બટાકા, તેલ, જીરું, લીમડાના પાન, લીલા મરચા, સીંગદાણાનો ભુક્કો, સફેદ તલ, લવિંગ પાઉડર, કાળા મરી પાઉડર, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, પાણી, ખાંડ, લીબુંનો રસ.

બટાકાની સુકી ભાજી બનાવવાની રીત

ફરાળી બટાકાની સુકી ભાજી બનાવવા માટે સૌથી પહેલા બટાકાને કુકરમાં બાફી લો, પછી તેની છાલ ઉતારી નાના નાના ટુકડા કાપી લો.

એક કઢાઇમાં 3 થી 4 ચમચી તેલ ગરમ કરો. તેમા જીરું, મીઠા લીમડાનો તડકો લગાવો.

ત્યાબાદ ઝીણા સમારેલા લીલા મરચા, સીંગદાણાનો ભુક્કો, તજ લવિંગનો પાઉડર, કાળા મરી પાઉડર, સફેદ તલ, હળદર પાઉડર, લાલ મરચું ઉમેરી મસાલાને સાંતળી લો.

પછી તેમાં 1 કપ પાણી ઉમેરી 1 મિનિટ સુધી મસાલાને પકવવા દો. છેલ્લે બાફેલા બટાકા, 1 ચમચી ખાંડ અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરો.

પછી કઢાઈને ઢાંકી 2 થી 3 મિનિટ સુધી સુકી ભાજીને ચડવા દો.આ પછી ગેસ બંધ કરી ઉતારી લો,

મહાશિવરાત્રીના ઉપવાસમાં સુકી ભાજી બાફેલા શક્કરિયા સાથે ખાઇ શકો છો.