મહાશિવરાત્રી પર ઉપવાસ માટે રાજગરાનો શીરો, આખો દિવસ રહેશે એનર્જી

Feb 14, 2026, 12:26 PM
Photo Credit : pinterest

આ વર્ષે મહાશિવરાત્રી 15 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવાશે અને લાખો ભક્તો ઉપવાસ રાખીને ભોળાનાથને પ્રસંન્ન કરવાનો પ્રયત્ન કરશે.

Photo Credit : pinterest

શિવરાત્રીના ઉપવાસમાં તમે રાજગરાના શીરો ચોક્કસ ટ્રાય કરી શકો. અહીં શરીરને એનર્જી મળે એવા રાજગરાના શીરાની રેસીપી આપેલી છે.

Photo Credit : pinterest

સામગ્રી

1 કપ રાજગરાનો લોટ, 1/2 કપ ઘી, 3/4 કપ ગોળ, 2.5 કપ પાણી અથવા દૂધ, એલચી પાવડર, અને ડ્રાયફ્રુટ્સ (કાજુ-બદામ).

Photo Credit : pinterest

રાજગરાના લોટને શેકવો

શીરો બનાવવા માટે સૌથી પહેલા એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરી રાજગરાનો લોટ ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

Photo Credit : pinterest

પાણી કે દૂધ ગરમ કરો

લોટ શેકાય ત્યાં સુધી બીજા સ્ટવ પર દૂધ કે પાણી તમારે જે વાપરવું હોય એ ગરમ કરવા મુકો. અહીં દૂધનો ઉપયોગ કરીશું. એક તપેલીમાં દૂધ ગરમ કરવા મુકો.

Photo Credit : pinterest

ગરમ દૂધ ઉમેરો

હવે ગરમ દૂધને રાજગરાના લોટમાં ઉમેરો અને સતત હલાવતા રહો. લોટમાં ગાંઠ ન બને એનું ખાસ ધ્યાન રાખવું.

Photo Credit : pinterest

છીણેલો ગોળ ઉમેરવો

હવે છીણેલો ગોળ ઉમેરીશું. અહીં તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર બાદ તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો. ઘી ન છૂટે ત્યાં સુધી હલાવતા રહીને શીરાને શેકો.

Photo Credit : pinterest

રાજગરાનો શીરો તૈયાર

ઘી છૂટે ત્યારે ગેસ બંધ કરો અને ઉપરથી કટ કરેલા તમને ગમતા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને ગાર્નિસ કરો. અમે ઉપવાસમાં ગરમા ગરમ લીજ્જત માણો.

Photo Credit : pinterest
Photo Credit : Instagram