મહાશિવરાત્રી એ રાશિ મુજબ કરો આ ઉપાય, ભાગ્ય ચમકી જશે!

Feb 03, 2026, 03:03 PM

મેષ અને વૃશ્ચિક

મહાશિવરાત્રી પર મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોએ મહાદેવને મધ અને લાલ ફૂલ અર્પણ કરવા. શિવજીની કૃપાથી કાર્યમાં સફળતા મળશે.

વૃષભ અને તુલા

વૃષભ અને તુલા રાશિના જાતકોએ શિવજીને રીઝવવા કાચા દૂધ અને દહીંથી અભિષેક કરવો. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

મિથુન અને કન્યા

મહાદેવની કૃપા મેળવવા મિથુન અને કન્યા રાશિના જાતકોએ બિલીપત્ર અને શેરડીનો રસ અર્પણ કરવો. નકારાત્મકતા દૂર થશે.

કર્ક

કર્ક રાશિના જાતકો શિવને પ્રિય છે. શિવલિંગ પર ચંદન લગાવો અને સફેદ ફૂલ ચઢાવો. માનસિક શાંતિ મળશે.

સિંહ

શિવ કૃપા પ્રાપ્ત કરવા સિંહ રાશિના જાતકોએ ગોળવાળા જળથી અભિષેક કરવો. આત્મવિશ્વાસમાં વધારો થશે.

ધનુ અને મીન

ધનુ અને મીન રાશિના જાતકોએ મહાશિવરાત્રી પર કેસરવાળા દૂધથી અભિષેક કરવો. દરેક મનોકામના પૂર્ણ થશે.

મકર અને કુંભ

મહાદેવની કૃપા મેળવવા મકર અને કુંભ રાશિના જાતકોએ ગંગાજળમાં કાળા તલ નાખીને અભિષેક કરવો. શનિના દોષોમાંથી મુક્તિ મળશે.

મહાશિવરાત્રી ક્યારે છે?