ઉત્તરાયણ પર ઉંધીયું અને પુરી ખાવામાં આવે છે. બહારની પુરી ખરાબ તેલમા તળેલી હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
તમે ટેસ્ટી અને ફુલેલી પુરી ઘરે જ બનાવી શકો છો. અહીં પુરી બનાવવાની સરળ રેસીપી જણાવી રહ્યા છીએ.
ઘઉંનો લોટ, તેલ, મીઠું, પાણી.
એક વાસણમાં ઘઉંનો લોટ, મીઠું અને થોડું તેલ લો અને બધું બરાબર મિક્સ કરો. ધીમે ધીમે પાણી ઉમેરી થોડો કઠણ લોટ બાંધો. લોટને કપડાથી થોડી મિનિટો માટે સેટ થવા દો.
થોડીવાર પછી લોટને ફરીથી થોડો મસળી લો. તેમાંથી નાના-નાના લુઆ બનાવો.
પાટલી પર થોડું તેલ લગાવી લુઆને હથેળીથી દબાવી ગોળ કરો. પછી વેલણ વડે ગોળ આકારમાં બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં એવી પુરી વણી લો. તમે સંચાથી પણ પુરી બનાવી શકો છો.
આ પછી એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ મધ્યમ ગરમ થાય ત્યારે તેમાં ધીમેથી પુરી નાખો. પુરી ફૂલવા લાગે એટલે તેને પલટાવી બીજી બાજુ પણ આછા ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી તળો . આ રીતે બધી પુરી તળી લો.
તળેલી પુરીને ઝારા વડે કાઢી લો અને પેપર નેપકીન પર કાઢો જેથી વધારાનું તેલ શોષાઈ જાય.
ગરમાગરમ પુરીને તમે ઉત્તરાયણ પણ ઉંધીયા સાથે સર્વ કરો.