14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર છે. ગુજરાતમાં ઉત્તરાયણ મનાવવામાં આવે છે. લોકો પતંગ ચગાવવાની સાથે તલ, શેરડી ખાઇને આનંદ માણે છે.
આ પ્રસંગે અમે તમને સ્વાદિષ્ટ ગોળ અને તલના પરાઠા બનાવવાની રેસીપી જણાવીશું. જે તમે તમારા ઘરે સરળતાથી બનાવી શકો છો.
ઘઉંનો લોટ, તલ, ગોળ, ઘી, ઇલાયચી પાવડર, સીંગદાણા, પાણી, મીઠું
ગોળ અને તલના પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ એક કથરોટમાં લોટ લો. તેમાં પાણી, મીઠું અને ઈલાયચીનો પાવડર ઉમેરી બરાબર મસળી લો.
ગોળનો ભુક્કો પણ તૈયાર રાખો. એક કડાઇમાં તલ ગરમ કરો અને અન્ય એક કડાઇમાં મગફળીને થોડી શેકી લો.
તેને શેક્યા પછી મિક્સરમાં નાખીને ભુક્કો કરી લો. હવે આ મસાલાને બાંધેલા લોટમાં ઉમેરીને ગોળ અને તલનું સ્ટફિંગ ભભરાવી પરોઠાની જેમ રોલિંગ કરો.
આ પરોઠાને તવા પર શેકો. તમે તેની ઉપર ઘી અથવા તેલ પણ લગાવી શકો છો.
આ રીતે તમે સરળતાથી ઘરે તલ અને ગોળના ટેસ્ટી પરાઠા તૈયાર કરી શકશો. જે દહીં કે ચટણી સાથે સર્વ કરો.