મકર સંક્રાતિ સ્પેશિયલ પરંપરાગત 7 વાનગી, જેના વગર ઉત્તરાયણ અધૂરી

Jan 08, 2026, 05:23 PM
Photo Credit : Freepik

મકર સંક્રાતિ 2026

ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાતિ દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવાય છે. મકર સંક્રાતિ એટલ ધાર્મિક અને સામાજીક તહેવાર છે, જે ભારતના વિવિધ રાજ્યો અને પ્રદેશોમાં અલગ અલગ રીતે ઉજવાય છે.

Photo Credit : Freepik

ગુજરાતમાં ઉત્તરાયણ પર પતંગ મહોત્સવ

ગુજરાતમાં ઉત્તારણ પર પતંગ ઉડાવવાની પરંપરા છે. 14 જાન્યુઆરીના બીજા દિવસે વાસી ઉત્તરાયણ ઉજવાય છે, ત્યારે પણ પતંગ ચગાવાય છે. આમ ગુજરાતમાં મકર સંક્રાતિનો પર્વ બે દિવસ સુધી ધામધૂમથી ઉજવાય છે.

Photo Credit : Gujarat Tourism

ઉત્તરાયણની ખાસ વાનગી

મકર સંક્રાતિ પર ખાસ પ્રકારની વાનગીઓ બને છે, જેના વગર ઉત્તરાયણનો તહેવાર અધૂરો માનવામાં આવે છે. આ વાનગીનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે.

Photo Credit : Social Media

ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું

ઊંધિયું ગુજરાતની પ્રખ્યાત વાનગી છે, જે ઉત્તરાયણ પર બનાવવાય છે. વિવિધ પ્રકારના લીલા શાકભાજી, સુરતી પાપડી, રતાળુ, શક્કિરયા અને મસાલા માંથી બનતું ઊંધિયું સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. ઊંધિયું વગર ઉત્તરાયણ અધુરી માનવામાં આવે છે.

Photo Credit : Social Media

તલ ચીકી

ઉત્તરાયણ પર તલની ચીકી ખાવામાં આવે છે. તલ અને ગોળની તાસીર ગરમ હોય છે, જે શિયાળામાં ઠંડી સામે શરીરનું રક્ષણ કરે છે. આથી ઉત્તરાયણ પર તલની ચીકી, તલના ગાડુ કે તલનું કચરિયું બનાવી ખાવામાં આવે છે.

Photo Credit : Social media

સીંગ ચીકી

ઉત્તરાયણ પર સીંગની ચીકી પણ બને છે. પ્રોટીન અને હેલ્ધી ફેટથી ભરપૂરથી સીંગદાણા અને ગોળ માંથી બનેલી ચીકી ખાવામાં બહુ જ સ્વાદિષ્ય હોય છે.

Photo Credit : Social Media

મમરના લાડુ

મમરાના લાડુ દરેક વ્યક્તિએ નાનપણમાં ખાધા જ હશે, મમરામાં ગોળ નાંખીને બનેલા લાડુ ખાવાની મજા જ અલગ હોય છે.

Photo Credit : Social Media

ઉત્તરાયણનો ખીચડો

ઉત્તરાયણ પર ખીચડો ખાવાની પરંપરા છે. ચોખા, વિવિધ દાળ, મરી મસાલા, ઘી અને ગોળ માંથી બનેલો ખીચડો શરીરને પોષણ આપે છે.

Photo Credit : Social Media

જલેબી

ગુજરાતમાં ઉત્તરાયણ પર ઊંધિયું સાથે જલેબી ખાવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં શુદ્ધ ઘીમાં બનેલી ગરમાગરમ જલેબીનો સ્વાદિષ્ટ અદભુત લાગે છે.

Photo Credit : Social media

રતાળુ ચિપ્સ

રતાળુ એક કંદમૂળ છે, જે દેખાવામાં શક્કરિયા જેવું હોય છે. રતાળુ શિયાળામાં આવે છે. ઊંધિયુંમાં રતાળુ વપરાય છે. રતાળુ માંથી ચિપ્સ, ભજીયા અને વડા પણ બને છે.

Photo Credit : Social Media