ઉત્તરાયણ સ્પેશ્યલ ખીચડો રેસીપી, આવી રીતે ટેસ્ટી બનશે

Jan 09, 2026, 08:07 PM

ઉત્તરાયણ પર તલના લાડુ, શેરડી, ઉઘીયું અને ખીચડો સહિત ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે.

ખીચડો બનાવવા માટે સાત પ્રકારના ધાનની જરુર પડે છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

ખીચડો બનાવવાની સામગ્રી

ઘઉં, જુવાર, બાજરી, તુવેર દાળ, ઝીણા ચોખા, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ફોતરાવાળી દાળ, ચણાની દાળ, ઘી, જીરું, ટામેટા, વટાણા, તુવેર, લીલા ચણા, હીંગ, સુકા લાલ મરચાં, તજ-લવિંગ, લીમડાના પાન, કોથમીર, ધાણાજીરું.

ખીચડો બનાવવા માટે સૌથી પહેલા સાત ધાનને સાફ કરીને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેને ચોખ્ખા પાણીમાં રાત્રે પલાળી દો.

બીજા દિવસે પલાળેલા ઘઉં, જુવાર અને બાજરીને ખીચડા માટે ઉપયોગમાં લેવા જોઈએ. જો તમે અલગ અલગ ધાન પલાળ્યા હોય તો તેમાંથી પાણી કાઢી બધા ધાનને એક વાસણમાં મિક્સ કરો.

કુકરમાં સાત ધાન કરતા વધારે પાણી મુકી તેને ઉકળવા દો. પાણી ઉકળી જાય ત્યારે તેમાં 7 ધાન અને વટાણા, તુવેર અને લીલા ચણા ઉમેરો.

આ સાથે જ સ્વાદ અનુસાર મીઠું અને ઘી ઉમેરી બાફી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. તેમાં રાઈ, જીરું અને હીંગનો વઘાર કરો.

ત્યારબાદ તેમાં સુકા લાલ મરચાં, તજ, લવિંગ ઉમેરી તેમાં મીઠા લીમડાના પાન અને કાપેલા ટામેટા ઉમેરો. ટામેટા પાકી જાય ત્યારબાદ તેમાં મીઠું, હળદર, લાલ મરચું સહિતની વસ્તુઓ ઉમેરો.

હવે બાફેલા સાત ધાનમાં વઘાર ઉમેરી બરાબર મિક્સ કરી લો. તમે આ ખીચડો દહીં કે છાશ સાથે ખાઈ શકો છો.