હેલ્ધી અને ટેસ્ટી મખાના ચાટ રેસીપી, ઘરે કરો ટ્રાય

Feb 02, 2026, 09:31 PM

મખાનાને નેચરલ સુપરફુડ કહેવામાં આવે છે. તેમાં ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ સહિત ઘણા પોષકતત્વો હોય છે.

મખાનામાંથી ઘણી વાનગી બનાવી શકો છો. અહીં મખાના ચાટ રેસીપી વિશે જણાવી રહ્યા છીએ. જે સ્વાદીષ્ટ લાગે છે.

મખાના ચાટ રેસીપી સામગ્રી

મખાના, ઘી, ચાટ મસાલો, સંચર, ટામેટા, ડુંગળી, કાકડી, લીલા મરચા, લીંબુનો રસ, લાલ મરચું પાઉડર, ધાણા.

મખાના ચાટ બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક કડાઇમાં થોડું ઘી ગરમ કરો. તેમાં મખાનાને ક્રિસ્પી બનાવવા માટે શેકી લો.

એકદમ કડક થઇ જાય પછી મખાનાને એક બાઉલમાં કાઢી લો. થોડીવાર ઠંડા થવા દો.

આ પછી મખાનામાં સમારેલા લીલા મરચા, ટામેટા, કાકડી, ડુંગળી ઉમેરો.

આ પછી તેમાં ચાટ મસાલો, સંચર, લાલ મરચું પાઉડર અને ધાણા ઉમેરો. પછી તેને સારી રીતે મિક્સ કરો.

હવે તેના પર થોડો લીંબુનો રસ ઉમેરો. તમારા ટેસ્ટી મખાના ચાટ તૈયાર થઇ જશે.

આ પછી તમે આ મખાના ચાટને નાસ્તામાં ખાઇ શકો છો. એકદમ હેલ્ધી છે.