વસંત પંચમીના તહેવારમાં ઘણા ઘરોમાં ગળ્યું બનાવવામાં આવે છે. જેમાં તમે મલાઇ રબડી બનાવી શકો છો.
મલાઇ રબડીની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ. જે એકદમ ટેસ્ટી બનશે.
ફુલ ક્રીમ દૂધ, ખાંડ, એલચી પાવડર, સમારેલા બદામ, પિસ્તા, કાજુ, ગુલાબજળ, કેસરના તાંતણા.
મલાઈ રબડી બનાવવા માટે સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં મધ્યમ ફ્લેમ પર ફુલ ક્રીમ દૂધ ગરમ કરવા મૂકો.
દૂધ ઉકાળતી વખતે તેને સતત હલાવતા રહો જેથી તે વાસણના તળિયે ચોંટી ન જાય અને બળી ન જાય.
જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરો અને દૂધને ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો. દૂધ પાકી જાય અને અડધું થઈ જાય ત્યાં સુધી આ કરો.
આમ કરતા સમયે દૂધને ચમચી વડે હલાવતા રહો. હવે ગરમ દૂધમાં પહેલા પલાળીને રાખેલા કેસરના તાંતણા ઉમેરો. આ રબડીને સુંદર રંગ અને ખુશ્બુ આપશે.
હવે રબડીમાં એલાઇચી પાવડર, ખાંડ અને કાપેલા સૂકા મેવા ઉમેરો અને દૂધને વધુ 5 મિનિટ સુધી રાંધો જેથી ખાંડ રબડીમાં સારી રીતે ઓગળી જાય.
જ્યારે રબડી ઘટ્ટ થાય અને ક્રીમ તેમાં સારી રીતે ભળી જાય ત્યારે ગેસ બંધ કરો અને ઉપરથી ગુલાબજળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
હવે રબડીને સર્વ કરતા માટે વાસણમાં કાઢીને ઠંડુ થવા દો. પીરસતા પહેલા રબડીની ઉપર ઝીણા સમારેલા ડ્રાયફુટ્સથી સજાવો.