મસાલા ઢોસા એક ફેમસ અને સ્વાદીષ્ટ વાનગી છે. તે મોટાભાગના લોકોને ભાવે છે. બાળકો પણ મોજથી થાય છે.
તમે ઘરે પણ બહાર જેવા મસાલા ઢોસા બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
ચોખા, અડદ દાળ, ચણા દાળ, મેથી, બટાકા, ડુંગળી, લાલ મરચું, લીલા મરચા, જીરુ પાઉડર, હળદર, મીઠું, મીઠો લીમડો, રાઈ, મીઠો લીમડો, પાણી.
સૌ પ્રથમ ઢોસાનું ખીરું બનાવવા માટે ચોખાને સાફ કરી પાણીથી બરોબર ધોઈ લો. આ પછી એક તપેલીમાં 4-5 ગ્લાસ પાણી નાખી ચોખાને આખી રાત પલાડી મુકો
બીજી તપેલીમાં અડદ દાળ, મેથી લઇ ધોઈ લ્યો ને 4-5 ગ્લાસ પાણી નાખી આખી રાત પલાડી મુકો, હવે પલાળેલા ચોખા ને મિક્સર જારમાં લઇ જરૂર પ્રમાણે પાણી નાખી પીસીને ઘટ્ટ પેસ્ટ બનાવો.
આ પછી મિક્સર જારમાં અડદ દાળ અને મેથી નાખી જરૂર પ્રમાણે પાણી નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લો.
હવે બને પીસેલી દાળને ચોખાના મિશ્રણને બરોબર મિક્સ કરી લો. તૈયાર મિશ્રણને 3-5 કલાક ઢાંકણ ઢાંકી બંધ કરી ગરમ જગ્યાએ મુકી દો. જેથી એમાં આથો આવી જાય.
ઢોસાની સાથે બટાકાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો. આ પછી તેમાં રાઈ, મીઠો લીમડોને લીલા મરચા નાખી થોડીક મિનિટ સાંતળો. ત્યાર બાદ સુધારેલી ડુંગળી નાખી 5-7 મિનિટ ચડવા દો.
આ પછી એમાં હળદર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં બાફેલા બટાકા નાખી મિક્સ કરોને બટાકા નો મસાલો તૈયાર થઇ જશે.
આથો આવેલા મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો, હવે ગેસ પર એક નોન સ્ટિક પેન ગરમ કરવા મૂકો.
સ્ટિક પેન ગરમ થાય એટલે વાટકી વડે તમે જેટલો મોટો ફેલાવી સકો એટલો મોટો ગોળ ગોળ ફેરવીને ઢોસા બનાવી લો.
બધી બાજુ થી ક્રિસ્પી સેકી લો અને ઢોસો બરોબર શેકાઈ જાય એટલે તેમા બટાકા નો મસાલો મુકી ઢોસા ને ગરમ ગરમ પીરસો.
આ ઢોસાને તમે સંભાર કે ચટણી સાથે ખાઇ શકો છો.