મેથી ગોટા રેસીપી, આ રીતે એકદમ પોચા અને સ્વાદીષ્ટ બનશે

Jan 28, 2026, 09:45 PM

શિયાળામાં મેથી ઘણી મળે છે. આ દરમિયાન તમે મેથીના ગોટા બનાવી શકો છો. ગરમાગરમ ખાવાની અલગ મજા છે.

હોટલ જેવા ટેસ્ટી મેથીના ગોટા તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

મેથીના ગોટા સામગ્રી

ચણાનો લોટ, તેલ, અજમો, લીલી મેથી, લીલા મરચાં, સૂકા ધાણાનો ભૂકો, લીલા ધાણા, હળદર, મરી પાઉડર, મીઠું, સોડા.

મેથીના ગોટા બનાવવાની રીત

મેથીના પાનને સારી રીતે ધોઈને બારીક રીતે કાપો. ત્યારબાદ એક મિક્સિંગ બાઉલમાં ચણાનો લોટ ઉમેરો. તેમાં જાડો કરકરો લોટ ઉમેરો.

તેમાં મરી પાઉડર, સુકા ધાણા, મેથીની ભાજી, હળદર, કોથમીર, લીલા મરચાં અને મીઠું નાખી મિક્સ કરો.

જરૂરિયાત પ્રમાણે પાણી નાખી અને ગોટાનું ખીરું તૈયાર કરો. બેટરમાં એક ચમચી બેકિંગ સોડા ઉપર ગરમ તેલ નાખી બરાબર મિક્સ કરી લો.

આ પછી એક કડાઇમાં તેલ લો અને મધ્યમ ગેસની ફ્લેમ પર મેથીના ગોળાને તળી લો. ગોટા બંન્ને તરફ સોનેરી થાય ત્યારે તેને તેલમાંથી કાઢી લો.

ગોટાને કાગળ પર અથવા ટુવાલ પર કાઢી લો. જેથી વધારાનું તેલ દૂર થઈ જાય. આ પછી તેને એક વાસણમાં લઇ લો.

મેથીના ગોટા તમે કઢી, ચા, ડુંગળી કે લીલા મરચા સાથે સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.