ન્યુ યર પર મહેમાનો માટે કંઈક યુનિક અને હેલ્ધી બનાવવા માંગો છો તો આ ન્યુ યર સ્પેશિયલ બનાના કેક બનાવો, જેમાં મેંદાની પણ જરૂરી નહિ પડે, જાણો બનાના કેક રેસીપી
1 પાકેલું કેળું, 1/4 કપ + 1 ચમચી ગોળ, 1 ચમચી વેનીલા એસેન્સ, 4 ચમચી તેલ, 1/4 કપ દહીં, 1/4 કપ દૂધ
3/4 કપ ઘઉંનો લોટ, 1/2 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી બેકિંગ પાવડર, 1/4 કપ અખરોટ, 2 ચમચી બારીક સમારેલી ડાર્ક ચોકલેટ
સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલમાં 1 પાકેલું કેળું મેશ કરો. તેમાં 1/4 કપ + 1 ચમચી ગોળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
પછી 4 ચમચી તેલ, 1/4 કપ દહીં, 1 ચમચી વેનીલા એસેન્સ અને 1/4 કપ દૂધ ઉમેરો, બધું સારી રીતે મિક્સ કરો.
પછી એમાં 3/4 કપ ઘઉંનો લોટ, 1/2 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી બેકિંગ પાવડર લો, બધું એકસાથે ચાળી લો.
કેળાના મિશ્રણમાં ડ્રાય વસ્તુ મિક્સ કરો, પછી શેકેલા અને બરછટ સમારેલા 1/4 કપ અખરોટ અને 2 ચમચી બારીક સમારેલી ડાર્ક ચોકલેટ ઉમેરો.
બધું બરાબર મિક્સ કરો અને સરસ બેટર બનાવો, આ બેટરને સારી રીતે ગ્રીસ કરેલા પેનમાં રેડો, ઉપર થોડા વધુ સમારેલા અખરોટ અને ડાર્ક ચોકલેટ ઉમેરો.
આ કેકને ઓવનમાં 40-45 મિનિટ માટે બેક કરો, ઠંડી થઇ જાય એટલે કેક સર્વ કરો.