બીટરૂટ ટિક્કી રેસીપી, નવા વર્ષથી કરો હેલ્ધી ખાવાની શરૂઆત

Jan 01, 2026, 08:06 AM
Photo Credit : Freepik

નવા વર્ષથી કરો હેલ્ધી ખાવાની શરૂઆત

વજન ઘટાડવા ડાયટ અને વર્ક આઉટ બન્ને જરૂરી છે. પરંતુ આપણે મોટેભાગે ખાવા પર કંટ્રોલ કરીયે છીએ, અને સલાડ અને અન્ય ડાયટ ફૂડ ડ્રાય કરીયે છીએ

Photo Credit : Freepik

બીટરૂટ ટિક્કી રેસીપી

પરંતુ જો તમે ડાયટિંગ કરી રહ્યા છો તો બીટરૂટ ટિક્કી બનાવી શકો છો. હેલ્ધીની સાથે ટેસ્ટ પણ જળવાઈ રહેશે. તમે ગમે ત્યારે નાસ્તમાં આ ટિક્કી બનાવી શકો છો જે 7-10 મિનિટમાં બની જાય છે. જાણો રેસીપી

Photo Credit : Freepik

બીટરૂટ ટિક્કી રેસીપી સામગ્રી

3-4 સમારેલ બીટ, 2 સમારેલ ડુંગળી, 1 બાઉલ બાફેલા બટાકા, 1/4 ચમચી આદુની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, 1/4 લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી સીંગદાણા, 1/2 કપ ચોખાનો લોટ અને થોડા ફુદીનાના પાન

Photo Credit : Freepik

બીટરૂટ ટિક્કી રેસીપી

સૌ પ્રથમ ઉપર આપેલ બધી સામગ્રીને સમારી લો, એક બાઉલમાં બીટ છીણીને નાખો, તેમાં સમારેલ ડુંગળી મિક્ષ કરો.

Photo Credit : Freepik

બીટરૂટ ટિક્કી રેસીપી

મેશ કરેલ બાફેલા બટાકા, ચમચી આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, સીંગદાણા, ચોખાનો લોટ અને થોડા ફુદીનાના પાન ઉમેરો.

Photo Credit : Freepik

બીટરૂટ ટિક્કી રેસીપી

બધી સામગ્રીને સારી રીતે મિક્ષ કરીને ટિક્કીનો શેપ આપો, આમ બધી ટિક્કી બનાવી લો, એક પેન ગરમ કરો તેમાં ટિક્કીને બન્ને સાઈડ શેલો ફ્રાય કરી લો.

Photo Credit : Freepik

બીટરૂટ ટિક્કી રેસીપી

ટિક્કીમાં જરૂર પડે તો બન્ને સાઈડ પર થોડું તેલ છાંટો. અને સારી રીતે કુક કરીને ફુદીના ની ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.

Photo Credit : Freepik