ભારતમાં અંગ્રેજોના ફેવરિટ 10 હિલ સ્ટેશન, આજે પણ ફેમસ

Mar 11, 2025, 03:50 PM

ભારતમાં અંગ્રેજોએ વસાવેલા 10 હિલ સ્ટેશન

હિલ સ્ટેશન ઉનાળામાં ફરવા શ્રેષ્ઠ પ્રવાસ સ્થળ છે. ભારતમાં ઘણા હિલ સ્ટેશન સ્વીઝરલેન્ડથી પણ સુંદર છે. અહીં અંગ્રેજોએ વસાલેવા શ્રેષ્ઠ 9 હિલ સ્ટેશનની જાણકારી આપી છે.

મસૂરી

ઉત્તરાખંડનું મસૂરી ભારતનું પહેલું હિલ સ્ટેશન છે, જે અંગ્રેજોએ વર્ષ 1823માં વસાવ્યું હતું. મસૂરીને પહાડોની રાણી કહેવાય છે.

શિમલા

હિમાચલ પ્રદેશનું બ્રિટિશકાળમાં ભારતની ઉનાળાની રાજધાની હતી. હિમાલયના પહાડ, ઉંચા વૃક્ષો, ખીણ અને કુદરતી સૌંદર્યના લીધે શિમલા ભારતનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે.

દાર્જલિંગ

પશ્ચિમ બંગાળનું દાર્જલિંગ હિલ સ્ટેશન ચાના બગીચા, કંચનગંગા પર્વતમાળાના મનમોહક કુદરતી દ્રશ્ય માટે ફેમસ છે.

ઉંટી

તમિલનાડુનું ઉંટી લીલાછમ પહાડ, તળાવ અને બાગબગીચા માટે પ્રખ્યાત છે.

નૈનીતાલ

નૈનીતાલ ઉત્તરાખંડનું અદભુત હિલ સ્ટેશન છે. સુંદર તળાવ અને બરફથી ઢંકાયેલી હિમાલયની પર્વતમાળા જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ નૈનીતાલ આવે છે.

માઉન્ટ આબુ

માઉન્ટ આબુ રાજસ્થાનનું એક માત્ર અને ગુજરાતીઓનું મનપસંદ હિલ સ્ટેશન છે. અરાવલ્લીના પહાડ, ખીણ, દેલવાડના દેરાસર, નકી તળાવ જોવા દર વર્ષે લાખો પ્રવાસીઓ માઉન્ટ આબુ આવે છે.

કોડાઇકનાલ

તમિલનાડુમાં કોડાઇકનાલ હિલ સ્ટેશન ઝરણાં, તળાવ અને લીલાછમ જંગલો માટે પ્રખ્યાત છે.

શિલોંગ

મેઘાલયનું શિંલોગ હિલ સ્ટેશન પૂર્વનું સ્કોટલેન્ડ કહેવાય છે. કુદરતી સૌંદર્ય અને જીવંત સંસ્કૃતિ માટે શિલોંગ પ્રખ્યાત છે.

મુન્નાર

મુન્નાર કેરળનું ચા અને મસાલાના બગીચાના સુંદર દ્રશ્ય અને શાંત વાતાવરણ માટે ફેમસ છે.

અલમોડા

અલમોડા ઉત્તરખંડનું હિડન હિલ સ્ટેશન છે. નયનરમ્ય કુદરતી દ્રશ્યો, સંસ્કૃતિ અને વિરાસત તેમજ હસ્તશિલ્પ માટે અલમોડા પ્રખ્યાત છે.