ગુજરાતીઓ ફરવાના બહુ શોખીન હોય છે. જો તમે ઉત્તરાયણ કે વિકેન્ડ પર ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો અહીં જાન્યુઆરીમાં જોવાલાયક 10 સ્થળો વિશે જાણકારી આપવામાં આવી છે. તેમે ધાર્મિક દર્શન સહિત હિલ સ્ટેશન અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઇ શકો છો.
અમદાવાદમાં દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો જોયા છે. આ ફ્લાવર શોમાં ફુલો અને છોડ માંથી વિવિધ પ્રકૃતિઓ બનાવવામાં આવે છે.
કચ્છ રણોત્સવ ઘોરડા ગામમાં સફેદ મીઠાના રણમાં ઉજવાય છે. રાતે સફેદ રણ ચંદ્ર જેવો દેખાય છે અને પ્રવાસીઓ ચંદ્ર પર હોવાનો અનુભવ કરે છે.
સોમનાથ મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. જાન્યુઆરીમાં સોમનાથ મંદિર ઉપરાંત નજીકમાં ત્રિવેણી સંગમ, ભાલકા તીર્થ પણ દર્શનિય સ્થળો છે.
ગીરનારના જંગલ એશિયાટીક સિંહનો એક માત્ર નિવાસ સ્થાન છે. ગીર અભ્યારણમાં સિંહ, હરણ સહિત અન્ય જંગલી પ્રાણીઓ જોવાની મજા પડે છે.
સાપુતારા ગુજરાતનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. શિયાળાની ઠંડીમાં સાપુતારા પર ધુમ્મસ છવાયેલું વાતાવરણ, ઉંચા પહાડ, ઝરણાં અને વન્ય પક્ષીઓ જોઇ પ્રવાસીઓ આનંદિત થાય છે.
દ્વારકાધીશ મંદિર ભગવાન શ્રીકૃષ્ણનું પ્રસિદ્ધ મંદિર છે. રુક્મણી મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, શિવરાજપુર બીચની મુલાકાત યાદગાર રહે છે.
વડોદરાનું લક્ષ્મી વિલાસ મહેલ દુનિયાના સૌથી મોટા ઘરમાં સ્થાન ધરાવે છે. હકીકતમાં તે વડોદરાના ગાયકવાડ રાજ પરિવારનું નિવાસ સ્થાન છે. આ મહેલનો અમુક ભાગ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. મહેલમાં રાજાશાહી સમયની ચીજવસ્તુઓ પ્રદર્શનમાં મુકવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતનું લોકપ્રિય પ્રવાસ સ્થળ છે. નર્મદાના કેવડિયા કોલોની ખાતે દુનિયાની સૌથી ઊંચી 182 મીટરની ઉંચાઇ ધરાવતી સરદાર પટેલની પ્રતિમ જોવાલાયક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વ વન, એકતા નર્સરી, બટકફ્લાય ગાર્ડન, એકતા ઓડિટોરિયમ, રિવર રાફ્ટિંગ, કેક્ટસ ગાર્ડન, ભારત વન, ફેરી સર્વિસીઝ, જંગલ સફારી, એકતા મોલ જોવલાયક સ્થળો છે.
અમદાવાદની અડાલજ વાવ ઐતિહાસિક ઇમારત છે. સુંદર કોતરણી અને સ્થાપ્તય શૈલી જોઇ મુલાકાતીઓ અચરજ પામે છે.
અમદાવાદના ગાંધી આશ્રમનો ઇતિહાસ ભારતના સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલો છે. ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગાંધી આશ્રમની મુલાકાતે દેશ વિદેશમાંથી દર વર્ષે લાખો લોકો આવે છે.