Mar 27, 2025

ગુજરાત નજીક પ્રખ્યાત 10 હિલ સ્ટેશન, ઉનાળામાં પણ ઠંડી લાગશે

Ajay Saroya

હિલ સ્ટેશન

હિલ સ્ટેશન ઉનાળાની ગરમીમાં ફરવા માટે શ્રેષ્ઠ પ્રવાસ સ્થળ છે. અહીં ગુજરાતમાં અને આસપાસ આવેલા 10 પ્રખ્યાત હિલ સ્ટેશન વિશ જાણકારી આપી છે. ઉનાળામાં આ હિલ સ્ટેશનની મુલાકાત યાદગાર પ્રવાસ બની રહે છે.

Source: freepik

સાપુતારા

સાપુતારાના ડાંગ જીલ્લામાં આવેલું પ્રખ્યાત અને ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. દરિયાની સપાટીથી 1000 ફુટની ઉંચાઇએ પર આવેલા સાપુતારામાં ઉનાળામાં પણ તાપમાન નીચું હોય છે.

Source: social-media

વિલ્સન હિલ્સ

વિલ્સન હિલ્સ ગુજરાતના ધમરપુર જિલ્લામાં આવેલું નાનું અને અદભૂત હિલ સ્ટેશન છે. તે દરિયાની સપાટીથી 2500 ફુટની ઉંચાઇએ આવેલું છે. વિલ્સન હિલ સ્ટેશન સુરતથી 123 કિમી દૂર છે.

Source: social-media

પાવાગઢ

પાવાગઢ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું પ્રખ્યાત તીર્થધામ અને પ્રવાસ સ્થળ છે. દરિયાની સપાટીથી 822 ફુટ ઉંચાઇ પર આવેલું છે.

Source: social-media

ડોન હિલ સ્ટેશન

ડોન હિલ સ્ટેશન ગુજરાતના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાંનું એક છે. તે ડાંગ જિલ્લામાં દરિયાની સપાટીથી 1000 મીટર ઉંચાઇ પર આવેલું હોવાથી સમગ્ર વર્ષ દરમિયાન હવામાન સુખદ રહે છે.

Source: social-media

માથેરાન હિલ સ્ટેશન

માથેરાન ભારતનું સૌથી નાનું અને પ્રદૂષણ મુક્ત હિલ સ્ટેશન છે. મહારાષ્ટ્રનું આ હિલ સ્ટેશન સૂર્યાસ્ત અને સૂર્યોદયનો નજારો જોવા માટે શ્રેષ્ઠ સ્થળ છે.

Source: social-media

માઉન્ટ આબુ

માઉન્ટ આબુ ગુજરાતની ઉતર સરહદે આવેલું રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન છે. અરવલ્લીના પહાડોમાં આવેલું માઉન્ટ આબુમાં ફરવા માટે ઘણા સ્થળો છે.

Source: social-media

લોનાવાલા હિલ સ્ટેશન

લોનાવાલા હિલ સ્ટેશન મહારાષ્ટ્રમાં મુંબઇથી લગભગ 90 કિમી દૂર આવેલું છે. શહેરની ભીડ અને પ્રદૂષણથી દૂર લોનાવાલામાં પ્રવાસીઓ રાહત અનુભવે છે.

Source: freepik

ખંડાલા

ખંડાલા મહારાષ્ટ્રનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જે લોનવાલાથી માત્ર 3 કિમી દૂર છે. ઉનાળામાં ઠંડુ હવામાન અને અને ચોમાસામાં ગાઢ ધુમ્મસ પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

Source: freepik

મહાબળેશ્વર હિલ સ્ટેશન

મહાબળેશ્વર મહારાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટ તરીકે ઓળખાતી સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું ગિરિમથક છે. જગતના બારેમાસ લીલાછમ રહેતા અત્યંત થોડા જંગલો પૈકીના એક મહાબળેશ્વરમા બ્રિટિશ કાળમાં અંગ્રેજો ઉનાળામાં ફરવા આવતા હતા.

Source: social-media

જવાહર હિલ્સ

જવાહર હિલ્સ સુરતથી 217 કિમી દૂર મહારાષ્ટ્રમાં આવેલું સુંદર કુદરતી સ્થળ છે. કળા પ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. ઉંચા પહાડ, લીલાછમ જંગલ, નદી ઝરણાં માટે આ સ્થળ પ્રખ્યાત છે.

Source: social-media

Source: freepik