અહીં પૈસા કે સોના-ચાંદીને બદલે દહેજમાં મળે છે 21 ઝેરી સાપ
ભારત, વિવિધતાનો દેશ, તેની વિવિધ સંસ્કૃતિઓ માટે જાણીતો છે.
ભારતમાં ઘણા સ્થાને પરંપરા અનોખી અને અજીબ હોય છે.
દરેક રાજ્યની પોતાની અલગ સંસ્કૃતિ હોય છે અને કોઈને કોઈ એવી પરંપરા ચોક્કસપણે મળશે જે તેને અનન્ય બનાવે છે.
આવી જ પરંપરા સદીઓથી ચાલી આવે છે જેમાં દહેજમાં સોનું, ચાંદી અને પૈસાનું સાપ જેટલું મહત્વ નથી.
ભારતના છત્તીસગઢમાં આ એક અનોખી પરંપરા છે જ્યાં વરરાજાને 21 ઝેરી સાપ આપવામાં આવે છે.
તેઓ કોરબા જિલ્લામાં રહેતી એક આદિજાતિ છે ત્યાં દહેજમાં સાપ આપવાની પરંપરા છે.
કોરબા જિલ્લાના મુકુંદપુર ગામમાં રહેતા 'સંવારા સપેરા જાતિ'નું જીવન સાપ પર નિર્ભર છે. તેઓ સાપને ક્યારેય મારતા નથી પરંતુ તેમને સાચવે છે.
આ જનજાતિમાં બાળકોને 5 વર્ષની ઉંમરથી સાપ પકડવાનું શીખવવામાં આવે છે.