ગુજરાતના આ 5 ઐતિહાસિક સ્થળો જે દરેકે જોવા જોઇએ

Nov 07, 2024, 03:40 PM

લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા

લક્ષ્મી વિલાસ પેલેસ વાસ્તુ કલા અને શિલ્પની ઉત્તમ ઐતિહાસિક ધરોહર છે. જેનું નિર્માણ 1880માં મહારાજા સયાજી રાવ ગાયકવાડ 3જા દ્વારા કરાયું હતું.

લક્ષ્મી વિલાસ પેલેસ

વાસ્તુશિલ્પનું શ્રેષ્ઠ ઉદાહરણ એવો લક્ષ્મી વિલાસ પેલેસ હાલમાં વિશ્વનું સૌથી મોંઘુ ઘર છે. જેની અંદાજિત કિંમત 20 હજાર કરોડ રુપિયા છે.

રાણીની વાવ પાટણ

રાણીની વાવ (Rani ki Vav), જે Queen's Stepwell તરીકે પણ ઓળખાય છે. પાટણમાં આવેલ આ વાવ ગુજરાતના પ્રાચીન ઐતિહાસિક, આર્કિટેક્ચરલ અને સાંસ્કૃતિક વારસાનો અમુલ્ય ભાગ છે

રાણીની વાવ, પાટણ

રાણીની વાવ 11મી સદીમાં કુમારપાલના રાજવંશની રાણી મિનળ દેવીના આદેશથી બનાવવામાં આવી હતી. જેને યૂનેસ્કો દ્વારા 2014માં વર્લ્ડ હેરિટેજ તરીકે માન્યતા આપવામાં આવી છે

ધોળાવીરા, ઐતિહાસિક ધરોહર

ધોળાવીરા (Dholavira) એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું એક પ્રાચીન અને મહત્વપૂર્ણ ઐતિહાસિક વારસો છે.

ધોળાવીરા, સિંધુ સંસ્કૃતિ

સિંધુ ખીણની હરપ્પા સંસ્કૃતિ (Indus Valley Civilization) વિશે ગહન અધ્યયન માટે મહત્ત્વપૂર્ણ આર્કિયોલોજિકલ સ્થળ છે.જે પુરાતત્ત્વ, વાસ્તુશિલ્પ અને પ્રાચીન લાઇફસ્ટાઇલનો પરિચય કરાવે છે.

સૂર્ય મંદિર મોઢેરા

સૂર્ય મંદિર મોઢેરા (Sun Temple Modhera) એ ગુજરાતના મોઢેરા ગામમાં આવેલું એક પવિત્ર અને ઐતિહાસિક મંદિર છે, જે પ્રાચીન ભારતીય આર્કિટેક્ચરનું એક અદ્વિતીય ઉદાહરણ છે.

સૂર્ય મંદિર મોઢેરા

સૂર્ય મંદિર ભગવાન સૂર્ય (સૂર્ય દેવ)ને સમર્પિત છે. 11મી સદીમાં સોલંકી શાસક પરિવારના રાજા ભીમદેવ 1લા દ્વારા બનાવવામાં આવ્યું હતું.

જૂનાગઢનો કિલ્લો

જૂનાગઢનો કિલ્લો (Junagadh Fort) એ ગુજરાતના જૂનાગઢ શહેરમાં આવેલ ઐતિહાસિક અને આર્કિયોલોજિકલ કિલ્લો છે.

જૂનાગઢ કિલ્લો

જૂનાગઢ કિલ્લો પ્રાચીનકાળના શિલ્પ, સાંસ્કૃતિક વારસો અને રાજશાહીનું ઉત્તમ ઉદાહરણ છે. જે 2000 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે.