Oct 17, 2022
Haresh Suthar
5જીએ 5મી પેઢીનું (5th Generation) હાઇ સ્પીડ મોબાઇલ નેટવર્ક છે. તે 1જી, 2જી, 3જી અને 4જી પછીનું નવું વૈશ્વિક વાયરલેસ નેટવર્ક છે
5જીએ એક નવા પ્રકારનું હાઇ સ્પીડ (High Speed) નેટવર્ક છે જેનાથી ડેટા ટ્રાન્સફરથી લઇને મશીન એઆઇ સહિત ટેકનોલોજીમાં ધરખમ સુધાર આવશે.
5જીએ 5મી જનરેશનની સેલ્યુલર ટેકનોલોજી છે. આ એક એવા પ્રકારની નવી ટેકનોલોજી છે કે જે અગાઉની જનરેશન કરતાં અનેક રીતે અલગ પ્રકારની છે.
5જી ટેકનોલોજીમાં સ્પેક્ટ્રમ ફ્રિકવન્સીથી લઇને ઘણું નવું છે. 5જીમાં ન્યૂ રેડિયો અને ન્યૂ કોર નેટવર્ક છે. જેનાથી 4જી કરતાં આ નેટવર્કમાં સ્પીડ સહિતનો મોટો સુધારો છે
આસાન શબ્દોમાં સમજીએ તો 4જીમાં વીડિયો શેયર અને જોવા પર ભાર હતો જ્યારે 5જીનું નવું પ્લેટફોર્મ સ્પીડ, ડેટા સહિત તમામ ક્ષેત્રે મોટા સુધાર કરનારૂ છે.
4જી અને 5જી વચ્ચે મોટો તફાવત એની કાર્ય પ્રણાલી અને ઝડપ છે. 5જી ઓછા સમયમાં કાર્યને અંજામ આપે છે. 5જીનો વિલંબ દર 5 મીલી સેકન્ડથી ઓછો છે જ્યારે 4જીમાં એ 60થી 98 મીલી સેકન્ડ છે
5G સેવા વિશે, એવી અપેક્ષા છે કે તે 4G કરતા 10 ગણી ઝડપી હશે. એટલે કે હાલમાં 4જી સ્પીડ સાથે ઈન્ટરનેટ પર જે ડાઉનલોડ કરવામાં સમય લાગે છે, તે 5જી સેવા શરૂ થતા 10 ગણો ઓછો સમય લાગશે.
ભારતમાં 5જી સેવા શરૂ કરવા સરકાર દ્વારા સ્પેક્ટ્રમની હરાજી કરાઇ હતી. જેમાં રિલાયન્સ જિયો, અદાણી ગ્રુપ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો હતો
ભારત સરકાર દ્વારા દેશમાં 5જી સેવા શરૂ કરવા માટે તાજેતરમાં 5જી સ્પક્ટ્રમની હરાજી કરવામાં આવી હતી. જેનાથી ટેલિકોમ વિભાગને અંદાજે 1.50 લાખ કરોડ રૂપિયાનો નફો થયો હતો