Maharastra foundation day : 63મા મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પર જાહેર કાર્યક્રમો, રેલીઓનું આયોજન થયું
રાજ્યભરમાં સરકારી કચેરીઓએ આ પ્રસંગની ઉજવણી માટે કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
સીએમ એકનાથ શિંદેએ મુંબઈના હુતાત્મા ચોક ખાતે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ માટે બલિદાન આપનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ધ્વજ ફરકાવ્યો અને નાગપુરમાં મહારાષ્ટ્ર દિવસની ઉજવણી માટે ગાર્ડ ઓફ ઓનર લીધું.
વિપક્ષના નેતા અજિત પવારે તેમના વતન બારામતીમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
એમવીએ સોમવારે સાંજે મુંબઈના બીકેસીમાં એક જાહેર રેલીને સંબોધિત કરશે. શિવસેના (UBT), NCP અને કોંગ્રેસ ત્રણેય પક્ષોના નેતાઓ રેલીમાં ભાગ લેશે.