ભારતમાં ફરવા માટે ઘણા સ્થળો છે. આ સ્થળો વિદેશ થી પણ સુંદર અને આકર્ષણ છે. આથી વિદેશ પ્રવાસ પર જવાની પહેલા તમારા ભારરતના આ 9 સ્થળોની મુલાકાત લેવી જ જોઇએ. આ સ્થળો પર ગમે તે ઋતુમાં ફરવા જઇ શકાય છે.
કાશ્મીર ભારતની શાન અને ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે. બરફાચ્છાદિત હિમાલયના પહાડો, ફ્લાવર વેલી, દાલ તળાવ અને શિકારામાં નૌકા વિહાર કરી પ્રવાસીઓ રોમાંચ અનુભવે છે.
લદ્દાખ હિમાલયની પર્વતમાળામાં આવેલું ખાસ સ્થળ છે, જેની ભૌગોલિક ખાસિયતના કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. એડવેન્ચરના શોખીન લોકોએ લદ્દાખની મુલાકાત લેવી જોઇએ.
ગોવા દરિયા કિનારાના સુંદર બીચ અને વોટર એક્ટિવિટી માટે પ્રખ્યાત છે. દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો ગોવા ફરવા આવે છે.
કેરળને દક્ષિણ ભારતનું સ્વર્ગ કહેવાય છે. સ્વચ્છ અને સુંદર દરિયા કિનારા, નારિયેળીના ઝાડ, આનંદાયક વાતાવરણ, ઉંચા પહાડ અને લીલાછમ મેદાન હનીમૂન માટે શ્રેષ્ઠ સ્થળ છે.
અંદામાન પ્રાચીન દરિયા કિનારો, વાદળી પાણી અને દરિયાઇ જીવ પ્રવાસીઓને અંડમાન ટાપુ પર થાઇલેન્ડ જેવો અનુભવ કરાવે છે.
લક્ષદ્વીપ સફેદ રેતી, વાદળી પાણી અને લક્ઝુરિયસ રિસોર્ટ્સ જોઇ પ્રવાસીઓ માલદીવને ભૂલી જાય છે.
લીલાછમ પર્વતો, ગાઢ જંગલ અને ખળખળ વહેતા ઝરણાં મેઘાલયની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
વારાણસી ગંગા નદી કિનારાના પ્રાચીન ઘાટ, કાશી વિશ્વનાથ મંદિર, ગંગા નદીમાં નૌકા વિહાર, પ્રાચીન સંસ્કૃતિ અને વિરાસતથી લોકો પ્રભાવિત થાય વગર રહેતા નથી.
દાર્જલિંગ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત હિલ સ્ટેશન છે, તેને પહાડોની રાણી પણ કહેવાય છે. ચાના બગીચા, ઠંડી હવા, હિમાલયના પર્વત પ્રવાસીઓના મનને અદભૂત શાંતિ આપી છે.