ગુજરાતનું આ હિલ સ્ટેશન જોઇ માઉન્ટ આબુ ભુલી જશો

Jan 22, 2025, 05:00 PM

ગુજરાતના લોકોને હિલ સ્ટેશન પર ફરવું ગમે છે. મોટાભાગના લોકો માઉન્ટ આબુ કે સાપુતારા ફરવા જાય છે. ગુજરાતના જામનગરથી 89 કિમી દૂર આવેલું આભાપરા હિલ સ્ટેશન પણ અદભુત છે.

જામનગર ગુજરાતના પશ્ચિમે દરિયા કિનારે આવેલું સુંદર શહેર છે. જામનગરમાં ફરવા માટે ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યથી ભરપર ઘણા સ્થળો છે.

આભાપરા હિલ સ્ટેશન

જામનગરથી માત્ર 2 કલાકના અંતરે આવેલા આભાપરા હિલ સ્ટેશન પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.

આભાપરા હિલ સ્ટેશન

આભાપરા પર્વતમાળા દ્વારકા થી જામનગર સુધી ફેલાયેલી છે. ઉનાળામાં અહીં તાપમાન નીચું રહે છે. આભાપરા હિલ સ્ટેશનનું કુદરતી સૌદર્ય સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓને ખેંચી લાવે છે.

આભાપરા હિલ સ્ટેશન

આભાપરા હિલ સ્ટેશન શિયાળો ઉનાળો હોય કે ચોમાસું બધી સીઝનમાં ફરવા માટે અનુકુળ છે. ચોમાસામાં આભાપુરા હિલ સ્ટેશનનો નજારો જોવાલાયક હોય છે.

આભાપરા હિલ સ્ટેશન

આભાપરા હિલ સ્ટેશન પર ઉંચા લીલાછમ વૃક્ષો, વાદળ સાથે વાતો કરતા ઉંચા પર્વત અને અને પક્ષીઓનો કલરવ અવાજ પ્રવાસીઓના મનને શાંતિ આપે છે

આભાપરા હિલ સ્ટેશન

આભાપરા હિલ સ્ટેશન નજીક દેશનો પ્રથમ નેશનલ મરીન પાર્ક, લાખોટા તળાવ, બેચટેલ બીચ અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી પણ જોવા લાયક સ્થળો છે.

આભાપરા હિલ સ્ટેશન

આભાપરા હિલ સ્ટેશન ટ્રેકિંગ માટે બેસ્ટ સ્થળ છે.